Terrorist Entry in Electoral Politics: 31 મે 2026 ના અખબારના કટિંગ અને છેલ્લા 4 વર્ષના સિક્યોરિટી રિપોર્ટને આધારે જોવામાં આવે તો આતંકવાદનું સ્વરૂપ સ્પષ્ટ રીતે બદલાઈ રહ્યું છે. પહેલા સરહદ પારથી ઘૂસણખોરી અને બંદૂકની ગોળી દ્વારા જે કામ થતું હતું, હવે એ જ કામ બીજા રસ્તે કરવાની કોશિશ થઈ રહી છે.
સ્ટ્રેટેજી બદલાઈ ગઈ: બંદૂક થી વોટ સુધીની સફર
પહેલાની રીતમાં આતંકીઓ સીધા હુમલા કરતા. એમાં રિસ્ક વધારે અને જાનહાની પણ વધારે. હવે નવી રીત એ છે કે સીધા અથડામણમાં ના જાઓ. લોકલ લોકોને હાથમાં રાખો. એમને પૈસા, પ્રભાવ અને રાજકીય ઓળખ આપો. જ્યારે કોઈ વ્યક્તિ રાજકીય પક્ષના કાર્યકર તરીકે ઓળખાય ત્યારે કાયદો અને સમાજ બંને તેને શંકાની નજરે ઓછું જુએ. આ જ કારણ છે કે બંદૂકની જગ્યાએ હવે વોટ માંગવાની વાત ચાલી રહી છે. ફિલ્મ ઘુરંઘર-2 માં પણ આ જ આખો પ્લોટ બતાવવામાં આવ્યો છે. ફિલ્મ અને હકીકત અહીં મળતા આવે છે.
ISI ની Strategy બદલી છે:
ભારત સરકાર, સેના અને RAW છેલ્લા 3-4 વર્ષથી સત આ વાત દોહરાવી રહ્યા છે કે પાકિસ્તાન હવે “Hybrid Warfare” પર ભાર મૂકી રહ્યું છે. Hybrid Warfare એટલે પરંપરાગત યુદ્ધ નહીં, પણ સાયબર, પ્રોપેગન્ડા, આર્થિક દબાણ અને અંદરથી તોડવાની પ્રક્રિયા. આ યુદ્ધમાં સીધા આતંકીઓની સંખ્યા ઓછી થઈ છે. એની જગ્યાએ OGW એટલે Over Ground Workers નો ઉપયોગ વધી ગયો છે. OGW એવા લોકો હોય છે જે બંદૂક નથી ઉઠાવતા, પણ આતંકીઓને ઘર, ખોરાક, માહિતી અને સુરક્ષા પૂરી પાડે છે.
OGW પકડાયા છે, રેકોર્ડ પર છે:
આ માત્ર અનુમાન નથી. NIA અને જમ્મુ-કાશ્મીર પોલીસ દર મહિને OGW ને પકડે છે. એમની પાસેથી તપાસમાં પાકિસ્તાની ફોન નંબર, હવાલા દ્વારા આવેલા પૈસા, અને અમુક કિસ્સામાં રાજકીય પક્ષોના લેટરપેડ પણ મળ્યા છે. કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ છે. એટલે આ વાત કાગળ પર નોંધાયેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ પાર્ટીના કાર્યકર તરીકે પકડાય છે ત્યારે કાનૂની કાર્યવાહી જટિલ બની જાય છે, કારણ કે રાજકીય જોડાણનો મુદ્દો વચ્ચે આવી જાય છે.
“ISI નો આદેશ” કેટલો સાચો?
અહીં એક બારીક ભેદ સમજવો જરૂરી છે. ISI નો સહી-સિક્કા વાળો લેખિત આદેશ ક્યારેય બહાર ના આવે. ગુપ્તચર એજન્સીઓ પકડાયેલા લોકોની પૂછપરછ, ફોન ટેપિંગ અને નાણાકીય ટ્રાન્ઝેક્શનના આધારે જે તારણ કાઢે છે એને “ઈન્ટેલ ઇનપુટનું કન્ક્લુઝન” કહેવાય. અખબારમાં “ISI નો આદેશ” શબ્દ એ જ કન્ક્લુઝનના આધારે લખાયો છે.
*ટૂંકમાં સાર:
પાકિસ્તાન અને ISI લાંબા ગાળાનો પ્લાન કરી રહ્યા છે કે આતંકીઓને રાજકારણમાં ઘૂસાડીને સિસ્ટમને અંદરથી નબળી પાડવી. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આને સત્તાવાર નામ આપ્યું છે “Terrorist Entry in Electoral Politics”.
લડાઈ હવે સરહદ પર નહીં, પણ મન અને મતદાનમાં લડાશે. એટલે નાગરિક તરીકે સતર્કતા જ સૌથી મોટું હથિયાર છે.

