ભારત સામે ટ્રમ્પનું મોટું પગલું, ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ’થી ભરેલી પહેલી ફ્લાઇટ ભારત માટે રવાના, C-17 લશ્કરી વિમાન દ્વારા ભારતીયોને મોકલવામાં આવ્યા

Reena Brahmbhatt
2 Min Read
Official portrait of President Donald J. Trump, Friday, October 6, 2017. (Official White House photo by Shealah Craighead)

Big Deportation Indians In USA : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટા પાયે દેશનિકાલ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે (3 ફેબ્રુઆરી) એક અમેરિકન સૈન્ય વિમાન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું. રોઇટર્સ અનુસાર, અમેરિકન અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ પ્લેન ઓછામાં ઓછા 24 કલાકમાં ભારત પહોંચી જશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ભારતમાં આ પ્રથમ દેશનિકાલ છે. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. અગાઉ, ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે સંમત થયું હતું અને લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવાની વાત કરી હતી.

- Advertisement -

અમેરિકન સેનાની પણ મદદ માંગી
ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધના આ અભિયાનમાં ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સેનાની પણ મદદ માંગી છે. આ માટે યુએસ-મેક્સિકો બોર્ડર પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થળાંતર કરનારાઓને રાખવા માટે સૈન્ય મથકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગેરકાયદેસર વસાહતીઓને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત માઈગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત સૌથી દૂરનું સ્થાન છે જ્યાં દેશનિકાલ ફ્લાઇટ જશે.

- Advertisement -

ટ્રમ્પ અને મોદી ઈમિગ્રેશન પર ચર્ચા કરશે
ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને પીએમ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેરકાયદેસર ઈમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે ભારત યોગ્ય પગલાં લેશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ અને બંને દેશો વચ્ચે સહયોગ અંગે ચર્ચા થઈ

- Advertisement -
Share This Article