હરિયાણા ચૂંટણીનું પરિણામઃ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરે વિજય રથ તૈયાર

કોંગ્રેસ સતત દાવો કરી રહી છે કે હરિયાણામાં તેની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરની બહાર બે વિજય રથ તૈયાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસની જીત બાદ આ રથો પર વિજય યાત્રા કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

