by Dilip patel
11 શહેરો મહાનગર કેમ નહીં
પાટણ, પાલનપુર, હિંમતનગર, દાહોદ, ગોધરા, ખંભાત, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ભુજ, અમરેલી શહેરો મહાનગરપાલિકા બનવાની લાયકાત ધરાવે છે. છતાં બનાવી નથી. કારણ માત્ર એટલું જ કે તે રાજકીય રીતે ભાજપને મદદ કરી શકે તેમ નથી.
નીચલી કક્ષાના અધિકારીઓ નગરપાલિકાઓને મળે છે. જેને કારણે જે તે નગરનો એટલો વિકાસ થઈ શકતો નથી. જો તેને મહાનગર પાલિકા બનાવવામાં આવે તો જે તે શહેરની આવકમાં સુધારો થઈ શકે છે.
મહાનગર ક્યારે
સામાન્ય રીતે એવો માપદંડ છે કે જે શહેરની વસતી એક લાખથી વધારે હોય તો તેને મહાનગર પાલિકા બનાવવી જોઈએ. ગુજરાતમાં 156 નગરપાલિકામાંથી 1 લાખથી વધારે વસતી હોય એવા શહેરોને પણ મહાનગરો જાહેર કરવા જોઈએ એવી માંગણી ઘણી વખત થતી રહી છે.
નગર ક્યારે
નગરની વસતી 10 હજારથી વધારે હોય તે નગરને નગરપાલિકા આપવી જોઈએ પરંતુ રાજ્યમાં નગરપાલિકાઓ બનાવવા માટે પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી.
ગામો
અનેક ગામો એવા છે કે જે નગરપાલિકા બની શકે તેમ છે. અનેક નગરો એવા છે કે જે મહાનગર પાલિકા બની શકે તેમ છે. સરકારે સરવે કરવો જોઈએ કે કયા ગામને નગરપાલિકા અને કયા નગરને મહાનગર પાલિકા આપવાની જરૂરીયાત છે.
શું કરી પ્રક્રિયા
નવા જિલ્લા બનાવવા કે હદ બદલવા બાબતે ગુજરાત સરકાર આખરી સત્તા છે. ભારત સરકારની મંજૂરી લેવી પડતી નથી.
રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય બીજા વિભાગોને દરખાસ્ત મોકલે છે. વિભાગોની મંજૂરી મળી ગયા બાદ ના વાંધા પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે.

