Favourite Rashiyan Of Lord Jagannath: ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે 27મી જૂને છે. 27 જૂનથી શરૂ થઈ છે. આ રથયાત્રામાં સામેલ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે કેટલીક રાશિઓ એવી છે જેમના પર ભગવાન જગન્નાથની હંમેશા મહેરબાન રહે છે.
ઓડિશાના પૂરીની રથયાત્રા દર વર્ષે ખુબ જ ભવ્ય રીતે નીકળે છે. 3 વિશાળ અને ભવ્ય રથોમાં બિરાજમાન થઈને ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા નગરચર્યાએ નીકળે છે. દર વર્ષે આ રથયાત્રા અષાઢી બીજે નીકળે છે. આ વર્ષે પણ રથયાત્રા 27 જૂનના રોજ અષાઢી બીજથી નીકળશે. અમદાવાદમાં પણ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન થાય છે.
ભગવાન જગન્નાથની આ રથયાત્રા એક વિશાળ ધાર્મિક આયોજન હોય છે. જેમાં સામેલ થવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. એવી માન્યતા છે કે આ રથયાત્રામાં સામેલ થવાથી બધા તીર્થનું પુણ્ય મળે છે. આ સાથે જ આ રથ ખેંચવાથી વ્યક્તિને જીવન મરણના ચક્રથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વૃષભ રાશિના જાતકો ખુબ જ ધૈર્યવાન, મહેનતુ અને લગનવાળા હોય છે. ભગવાન જગન્નાથની કૃપાથી તેઓ ખુબ ધન દૌલતના માલિક બને છે. આ સાથે જ આ જાતકો ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને સારું આચરણ કરનારા તથા ઈમાનદાર હોય છે.
કર્ક રાશિના જાતકો ખુબ સંવેદનશીલ અને માનસિક રીતે મજબૂત હોય છે. આ જાતકો ઉપર પણ ભગવાનની કૃપા રહે છે. આ લોકો દરેક મુશ્કેલીનો સામનો ડટીને કરે છે. ભગવાન તેમની રક્ષા પણ કરે છે.
સિંહ રાશિના જાતકો પર ભગવાન જગન્નાથ મહેરબાન રહે છે. તેઓ તેમને નેતૃત્વ ક્ષમતાથી નવાજે છે. કરિયરમાં ઊંચાઈ આપે છે. પોતાની ખુબીઓના દમ પર તેઓ અલગ ઓળખ બનાવવામાં સફળ રહે છે.
તુલા રાશિના જાતકો પણ ખુબ જ ન્યાયપ્રિય, મિલનસાર અને સંતુલિત સ્વભાવના હોય છે. તેમના ઉપર પણ ભગવાન જગન્નાથના વિશેષ આશીર્વાદ રહે છે. તેઓ પોતાના જીવનમાં સફળતા અને ધન વૈભવનો આનંદ લે છે. આ જાતકો તણાવમુક્ત અને ખુશહાલ જીવન જીવે છે.

