Nirjala Ekadashi 2025: નિર્જલા એકાદશી પર તુલસીના ઉપાયથી ઘરમાં લક્ષ્મીનો વાસ અને સુખ-સમૃદ્ધિ થશે!

Arati Parmar
1 Min Read

Nirjala Ekadashi 2025: આ વખતે નિર્જલા એકાદશી 6 જૂનના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાગ પ્રમાણે જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જલા એકાદશી ઉજવવામાં આવે છે. નિર્જલા એકાદશીને વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે જે પણ મનથી શ્રીહરિના નામનું વ્રત રાખે છે, તેની તમામ ઈચ્છા પૂરી થાય છે. એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કારણ કે તુલસીને શ્રીહરિની ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. જ્યોતિષોનું માનીએ તો નિર્જલા એકાદશીના દિવસે તુલસીના કેટલાક ઉપાય પણ કરવા જોઈએ, જેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

તુલસીના આ ઉપાય કરશો તો ઘરમાં લક્ષ્મીનો વાસ થશે

- Advertisement -

નિર્જલા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરતી વખતે દીપક પ્રગટાવવો જોઈએ. આ સાથે જ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ પણ કરવો. આ ઉપરાંત નિર્જલા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરતી વખતે છોડની 11 વખત પરિક્રમા કરવી. આ એક ઉપાયથી પરિવારની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી ઉપાસના કરવી. પૂજા બાદ ભોગમાં તુલસીના પાન અવશ્ય નાખવા. તેનાથી ભગવાન વિષ્ણુ તમારી તમામ ઈચ્છા પૂરી કરશે. નિર્જલા એકાદશીના દિવસે માતા તુલસીને લાલ ચુંદડી જરૂર બાંધવી જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે અને સંબંધોમાં મીઠાશ આવશે.

Share This Article