Post Office Time Deposit Scheme: સેફ રોકાણ અને ટેક્સમાં પણ છૂટ! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ૫ વર્ષ માટે રોકાણ કરવાથી મળશે બમ્પર રિટર્ન

Arati Parmar
2 Min Read

Post Office Time Deposit Scheme: ભારતમાં ઘણા લોકો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણ કરે છે. પોસ્ટ ઓફિસની આ બચત યોજનાઓ સુરક્ષિત રોકાણના વિકલ્પોમાં આવે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનું નામ ‘પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ’ છે.

આ બચત યોજના તે રોકાણકારો માટે એક ભરોસાપાત્ર વિકલ્પ છે, જેઓ જોખમથી દૂર રહીને એક નિશ્ચિત રિટર્ન મેળવવા માંગે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ યોજના સંપૂર્ણપણે સરકાર દ્વારા સમર્થિત છે. આ કારણે તેમાં રોકાણ કરવામાં આવેલ પૈસા સુરક્ષિત રહે છે.

- Advertisement -

આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમે અલગ-અલગ સમયગાળા માટે પોતાનું ખાતું ખોલી શકો છો. આ ઉપરાંત દરેક સમયગાળા પર વ્યાજ દર પણ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં વ્યાજ દરો રોકાણના સમયગાળા અનુસાર નક્કી થાય છે. ૧ વર્ષના રોકાણ પર ૬.૯ ટકા, ૨ વર્ષના રોકાણ પર ૭ ટકા, ૩ વર્ષના રોકાણ પર ૭.૧ ટકા અને ૫ વર્ષના સમયગાળા માટે વાર્ષિક ૭.૫ ટકા વ્યાજ મળે છે. ખાસ કરીને ૫ વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ તે લોકોને આકર્ષે છે જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરીને તેના પર સારું રિટર્ન મેળવવા માંગે છે.

- Advertisement -

જો કોઈ રોકાણકાર ૫ વર્ષ માટે ૪.૫ લાખ રૂપિયાનું રોકાણ આ સ્કીમમાં કરે છે, તો ૭.૫ ટકાના વ્યાજ દર મુજબ મેચ્યોરિટી પર તેને કુલ ૬,૫૨,૪૭૭ રૂપિયા મળશે. આમાંથી આશરે ૨,૦૨,૪૭૭ રૂપિયા માત્ર વ્યાજ તરીકે હશે.

તમે કોઈપણ જોખમ વગર આ સ્કીમમાં રોકાણ કરીને ૨ લાખ રૂપિયાથી વધુ વ્યાજ તરીકે કમાઈ શકો છો. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમને ઇન્કમ ટેક્સના સેક્શન 80C અંતર્ગત ટેક્સમાં છૂટ પણ આપવામાં આવે છે.

- Advertisement -

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં તમે સિંગલ અને જોઈન્ટ બંને રીતે પોતાનું ખાતું ખોલાવી શકો છો. યોજનામાં તમે ન્યૂનતમ (ઓછામાં ઓછા) ૧ હજાર રૂપિયા રોકાણ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણ રાશિની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે તમે જેટલું વધુ રોકાણ કરશો એટલું સારું રિટર્ન મળશે.

Share This Article