દરિયામાં કારથી સ્ટંટ કરવાનું નબીરાઓને ભારે પડયું

Reena Brahmbhatt
1 Min Read

ભુજ, તા. 23 : મુંદરા તાલુકાના ભદ્રેશ્વર નજીક રંધ બંદરે પંદરેક દિવસ પૂવૃ બે થાર જીપથી દરિયા કિનારે સ્ટંટ કરવાનું બે નબીરાઓને ભારે પડી ગયું છે. સ્ટંટ કરવાની પેરવીમાં બન્ને ગાડીઓ દરિયામાં ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી અને આ અંગેના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતી ઉચ્ચ પોલીસ અધિકારીની સુચનાને પગલે બ નબીરાઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે.

bhadreswar thar stunt

- Advertisement -

આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકના પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પંદરેક દિવસ પૂર્વે ભદ્રેશ્વર પાસેના રંધ બંદરે અંજાર-ગાંધીધામથી બે નવયુવાન યુકો બે થારથી પોતાના તથા અન્યોના જીવ જોખમમાં મુકી સ્ટંટ કર્યા હતા. તેમાં બે ઉભી કાર દરિયાના ઊંડા પાણીમાં સપડાઈ ગઈ હતી અને ટ્રેકટરની મદદથી બહાર કઢાઈ હતી. જેમાં એક કાર બ્રેકડાઉન થઈ જતાં ગેરજમાં પડી છે. દરમ્યાન ગઈકાલે ભદ્રેશ્વરના નિઝામ ત્રાયા નામના વ્યક્તિની ઈન્સ્ટાગ્રામ આઈ. ડી. પરથી આ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાના પગલે મુંદરા મરીન પોલીસે તપાસ આદરી બન્ને ગાડી ચાલકો વિરુદ્ધ એમ. વી. એકટ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. જેમાં અંજારના પરેશભાઈ અનિલભાઈ કાતરિયા (આહીર)ની અટક કરાઈ હોવાનું મુંદરા મરીન પોલીસે યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
Share This Article