ઓલિમ્પિકમાં હોકીમાં જીતથી શુભ શરૂઆત

Reena Brahmbhatt
1 Min Read

પેરિસ, તા. 27 : વિશ્વના સૌથી મોટા અને ભવ્ય એવા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત માટે એકંદરે શરૂઆત સારી રહી હતી. ભારતીય હોકી ટીમે પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ પર 3-2થી રોમાંચક જીત મેળવી હતી. મનદીપસિંહ, વિવેક સાગર અને હરમનપ્રીતસિંહે ગોલ દાગ્યા હતા.

શૂટિંગમાં 10 મીટર એર રાઈફલ મિકસ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની જોડીઓ ક્વોલિફાય થઈ નહોતી. સંદીપસિંહ, ઈલાવેનિલ વલારિવન, રમિત જિંદાલ, અર્જુન બાબુતાએ નિરાશ કર્યા બાદ સ્ટાર મનુ ભાકરે શાનદાર પ્રદર્શન સાથે 10 મી. એર પિસ્તોલની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને ચંદ્રકની આશા જગાવી હતી.

- Advertisement -

hockey

ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને પહેલા રાઉન્ડમાં કેવિન કાર્ડન પર 21-8, 22-20થી જીત મેળવી આગેકૂચ કરી હતી.

- Advertisement -

ટેબલ ટેનિસમાં સુરતના રમતવીર હરમીત દેસાઈએ જોર્ડનના જૈદ અબો યમનને 4-0થી કચડીને આગામી રાઉન્ડમાં શાનથી પ્રવેશ કર્યો હતો. સાત્ત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટન ડબલ્સમાં ફ્રાન્સના લ્યુકાસ કોટવી અને ટોનન લાબાટને હરાવીને આગેકૂચ કરી હતી

Share This Article