અર્શ-આવેશની જોરદાર બોલિંગ: ભારતની શાનદાર જીત

newzcafe
2 Min Read

દ.આફ્રિકા સામેની પ્રથમ વન ડે મેચમાં ભારતનો ભવ્ય વિજય


 દ.આફ્રિકા સામેની પ્રથમ વન ડે મેચમાં ભારતનો ભવ્ય વિજય


અર્શ-આવેશની જોરદાર બોલિંગ: ભારતની શાનદાર જીત


 


જોહાનિસબર્ગ, તા.17 : અહીંના ન્યૂ વોન્ડરર્સ મેદાન પર યુવા ઝડપી બોલર અર્શદીપ (37 રનમાં પ વિકેટ) અને આવેશ ખાન (27 રનમાં 4 વિકેટ)ની આગઝરતી કાતિલ બોલિંગની મદદથી દ. આફ્રિકા સામેની પ્રથમ વન ડે મેચમાં ભારતનો 200 દડા બાકી રહેતા 8 વિકેટે ધસમસતો વિજય થયો હતો. 


 


આથી ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ થઈ છે. અર્શ-આવેશની આંધીમાં દ. આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં માત્ર 116 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાદમાં ભારતે ફકત 16.4 ઓવરમાં બે વિકેટે 117 રન કરી 8 વિકેટે આક્રમક જીત નોંધાવી હતી. સાઇ સુદર્શને પદાર્પણ મેચમાં અણનમ અર્ધસદી કરી હતી. શ્રેણીની બીજી વન ડે મેચ મંગળવારે રમાશે. ટોસ જીતીને આફ્રિકાએ દાવ લીધો હતો, પરંતુ શરૂઆતથી જ અર્શદીપ અને આવેશ ખાનની ઘાતક બોલિંગ સામે આફ્રિકી ટોપ ઓર્ડર નતમસ્તક બની ગયો હતો. અર્શદીપે ઇનિંગ્સની બીજી ઓવરમાં જ રીઝા હેન્ડ્રીક્સ (0) અને રાસી વાન ડૂસેન (0)ને ઉપરાઉપરી આઉટ કરી આફ્રિકાના રકાશનો આરંભ કર્યો હતો. 


 


આ પછી અર્શ-આવેશ સામે આફ્રિકાની વિકેટ પડતી રહી હતી. કપ્તાન એડન માર્કરમ 12, હેનરિક કલાસેન 6, ડેવિડ મિલર 2 અને વિયાન મુલ્ડર ઝીરોમાં આઉટ થયા હતા. નવોદિત ઓપનર ટોની ડીજોર્જીએ 28 અને પૂંછડિયા બેટધર એન્ડિલે ફહુકવાયોએ 33 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમનો 116 રનમાં ધબડકો થયો હતો. અર્શદીપની પ અને આવેશ ખાનની 4 વિકેટ ઉપરાંત કુલદીપને 1 વિકેટ મળી હતી. 117 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક ભારતે 16.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સર કરી લીધો હતો. સાંઇ સુદર્શન તે 43 દડામાં 9 ચોગ્ગાથી પપ રને અણનમ રહ્યો હતો. આ સિવાય શ્રેયસ અય્યરે પણ અર્ધસદી કરી હતી. તે 4પ દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી બાવન રને આઉટ થયો હતો. તિલક 1 રને નોટઆઉટ રહ્યો હતો. આફ્રિકા તરફથી મુલ્ડર અને ફેહુકવાયોને 1-1 વિકેટ મળી હતી.

Share This Article