Abhishek Sharma Uthak Baithak Viral Video: અભિષેક શર્માના 26મા જન્મદિવસે યુવરાજે લીધી મજેદાર પરીક્ષા, જાણો T20 અને IPL રેકોર્ડ્સ
Abhishek Sharma Uthak Baithak Viral Video: ભારતીય T20 ક્રિકેટના સ્ટાર ઓપનર અભિષેક શર્મા 4 સપ્ટેમ્બર 2026ના રોજ 26 વર્ષના થઈ ગયા છે. તેમના આ જન્મદિવસ પર તેમના મેન્ટર અને ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ખૂબ જ અનોખા અને મજેદાર અંદાજમાં શુભેચ્છાઓ આપી છે. યુવરાજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ અભિષેક શર્મા પાસે કાન પકડીને ઉઠક-બેઠક કરાવી રહ્યા છે અને તેમની પાસેથી ચાર મોટા વચનો લઈ રહ્યા છે.
કાન પકડીને અભિષેક શર્માએ યુવરાજને કર્યા 4 વચનો
પહેલા બોલથી જ મોટા શોટ્સ રમવા માટે જાણીતા વિસ્ફોટક બેટર અભિષેક શર્મા વીડિયોમાં પોતાના ગુરુ યુવરાજ સિંહના નિર્દેશ પર ઉઠક-બેઠક કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે ચાર વચનો કર્યા, જેમાં તેમણે કહ્યું કે, ‘હું પહેલી બોલ પર લપ્પા નહીં મારું.’ ‘હું સમય લઈને બેટિંગ કરીશ.’ ‘હું વિચારીને સ્કોર કરીશ.’ ‘હું પહેલી બોલ પર લિફ્ટ નહીં મારું.’
અભિષેકની આક્રમક બેટિંગ સ્ટાઇલને જોતા યુવરાજનો આ ફની અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. યુવરાજ એક ગુરુની જેમ અભિષેકને ક્રીઝ પર થોડો સમય વિતાવવા અને સંભાળીને રમવાની શીખ આપી રહ્યા છે, જેને તેમણે એક મજેદાર સજાનું સ્વરૂપ આપી દીધું.
View this post on Instagram
અમૃતસરથી લઈને Team India સુધીની સફર
પંજાબના અમૃતસરથી નીકળીને ભારતીય ટીમ સુધી પહોંચેલા અભિષેક શર્માની કારકિર્દીને ઘડવામાં યુવરાજ સિંહનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. યુવરાજે પોતે એક ડાબોડી વિસ્ફોટક બેટર હોવાના કારણે અભિષેકની આક્રમક વિચારસરણીને યોગ્ય દિશા આપી છે. 2018 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા અભિષેકને Sunrisers Hyderabad માટે ઓપનિંગ કરતા સાચી ઓળખ મળી, જ્યાં તેમણે IPLના ઇતિહાસના સૌથી આક્રમક ઓપનર્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
26મા જન્મદિવસ પર જાણો અભિષેક શર્માના ધમાકેદાર કારકિર્દી રેકોર્ડ્સ
ICC T20I બેટિંગ રેન્કિંગમાં ત્રીજા નંબર પર રહેલા અભિષેક શર્માનો T20 રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. તેમણે 56 T20 ઇન્ટરનેશનલ મેચોની 55 ઇનિંગ્સમાં 187.25ની તોફાની સ્ટ્રાઇક રેટથી 1,629 રન બનાવ્યા છે. તેમાં 2 સદી અને 11 અડધી સદી સામેલ છે. આ ઉપરાંત તેમણે 10 વિકેટ પણ ઝડપી છે. આ ઉપરાંત IPLની વાત કરીએ તો તેમણે 92 IPL મેચોમાં 171.21ની સ્ટ્રાઇક રેટથી 2,378 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 13 અડધી સદી નોંધાયેલી છે. સાથે જ તેમણે 11 વિકેટ પણ લીધી છે.

