Dasun Shanaka એ 43 બોલમાં ફટકાર્યા અણનમ 121 રન, 8 ચોગ્ગા અને 12 છગ્ગા સાથે રચ્યો ઇતિહાસ
Caribbean Premier League 2026માં શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર Dasun Shanaka એ પોતાની વિસ્ફોટક બેટિંગથી ઇતિહાસ રચી દીધો છે. St Kitts and Nevis Patriots તરફથી રમતા Shanakaએ St Lucia Kings સામે માત્ર 39 બોલમાં સદી ફટકારીને CPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો નવો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે.
43 બોલમાં અણનમ 121 રન
Shanakaના આ તોફાન સામે St Lucia Kingsના બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાયા. Shanakaએ 281.39ના સ્ટ્રાઈક રેટથી તોફાની બેટિંગ કરતા 43 બોલમાં અણનમ 121 રન બનાવ્યા. પોતાની આ ઐતિહાસિક ઇનિંગ્સ દરમિયાન તેમણે 8 ચોગ્ગા અને 12 લાંબા છગ્ગા ફટકાર્યા. Keon Gastonના બોલ પર બેક-ટુ-બેક છગ્ગો ફટકારીને Shanakaએ પોતાની સદી પૂરી કરી અને હેલ્મેટ ઊંચું કરીને તેની ઉજવણી કરી. બીજા છેડે ઊભેલા તેમના શ્રીલંકન સાથી Wanindu Hasarangaએ તેમને તરત જ ગળે લગાવીને આ ખાસ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા.
Patriotsની 137 રનથી ધમાકેદાર જીત
Dasun Shanaka ની આ ઐતિહાસિક ઇનિંગ્સના જોરે St Kitts and Nevis Patriots એ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. જવાબમાં 236 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી St Lucia Kings ની ટીમ માત્ર 98 રનમાં સમેટાઈ ગઈ અને Patriotsએ 137 રનથી એકતરફી જીત નોંધાવી.
સદી અંગે શું બોલ્યા Shanaka
મેચ બાદ પોતાની આ ઇનિંગ્સ વિશે વાત કરતા Shanaka એ કહ્યું, ‘આ ઘણા સમયથી પેન્ડિંગ હતું અને મને ખૂબ ખુશી છે કે આજે મારી તરફથી આ જોવા મળ્યું. હું નેટ્સમાં મારા બેઝિક્સ પર ઘણું ધ્યાન આપું છું. બીજા છેડે Hasarangaના રહેવાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો. Australia સામે રમાયેલી મારી એક ઇનિંગ્સ બાદ, આ મારી કારકિર્દીની બીજી સૌથી શ્રેષ્ઠ ઇનિંગ્સ છે.’

