IND vs NZ Rachin Ravindra Injury: ભારત સામે T20 સીરિઝ પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, રચિન રવિન્દ્રના ખભામાં ગંભીર ઈજા

Arati Parmar
2 Min Read

IND vs NZ Rachin Ravindra Injury: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T20 મેચની સીરિઝ આવતા મહિને શરૂ થઈ રહી છે. તે પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રના ખભામાં ગંભીર ઈજા થઈ છે. રચિન રવિન્દ્ર 16 સપ્ટેમ્બરે ઓકલેન્ડમાં એક પ્રમોશનલ શૂટ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક ડાઈવ લગાવી, પરંતુ ખોટા લેન્ડિંગના કારણે તેમના જમણા ખભામાં ઈજા થઈ ગઈ. 18 સપ્ટેમ્બરે મેડિકલ એક્સપર્ટે તેમની તપાસ કરી. ત્યારબાદ ઈજાની ગંભીરતાનો અંદાજ આવ્યો.

પ્રારંભિક તપાસ બાદ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રચિનને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ તેઓ ભારત સામેની T20 સીરિઝ પહેલાં ફિટ થશે કે નહીં, તે અંગે હાલમાં કંઈ સ્પષ્ટ નથી. જો રચિન ઝડપથી રિકવરી કરે છે તો તેમની પાસે ફિટ થવા માટે એક મહિનાનો સમય છે.

- Advertisement -

ટીમ મેનેજમેન્ટને ઉતાવળ નથી

ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વોલ્ટરે કહ્યું કે તેમને રચિનની વાપસીને લઈને કોઈ ઉતાવળ નથી. કારણ કે ભારત બાદ કીવી ટીમે ટેસ્ટ સીરિઝ પણ રમવાની છે. આવી સ્થિતિમાં તેઓ ઇચ્છે છે કે રવિન્દ્ર સંપૂર્ણપણે ફિટ થયા બાદ જ ટીમનો ભાગ બને, જેથી બાદમાં તેમની ઈજા ફરીથી ઉદભવવાની આશંકા ન રહે. તેમણે કહ્યું, ‘આગામી છ મહિનામાં ટેસ્ટ ક્રિકેટનું વ્યસ્ત શેડ્યૂલ હોવાના કારણે, અમે રચિનને જરૂર કરતાં પહેલાં પાછા લાવવામાં ઉતાવળ કરવા માગતા નથી. તેમનું રિહેબિલિટેશન ખૂબ સારા લોકોની દેખરેખમાં થઈ રહ્યું છે અને અમે ટૂંક સમયમાં તેમનું સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ.’

આવતા સપ્તાહે ટીમની જાહેરાત થશે

ભારત સામેની T20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત આવતા સપ્તાહે થવાની છે. ભારતીય ટીમ 22 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર વચ્ચે ન્યૂઝીલેન્ડનો લાંબો પ્રવાસ કરશે. આ દરમિયાન 5 T20, 5 ODI અને 2 ટેસ્ટ મેચ રમાશે. આ પ્રવાસ માટે ભારત પણ ટૂંક સમયમાં પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. ભારત સામેની આ લાંબી સીરિઝમાં ન્યૂઝીલેન્ડને રચિનની જરૂર પડશે. આ જ કારણસર મેનેજમેન્ટ તેમની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માગતું નથી.

- Advertisement -
Share This Article