India Sri Lanka Test Series: વિરાટ કોહલીથી લઈને સનથ જયસૂર્યા સુધી, ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝના સૌથી મોટા રનવીરો

Arati Parmar
2 Min Read

India Sri Lanka Test Series: ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે

India Sri Lanka Test Series: ભારતીય ક્રિકેટ ટીમ 2 ટેસ્ટ મેચોની સિરીઝ માટે શ્રીલંકામાં છે. પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી અને બીજી ટેસ્ટ કોલંબોમાં 23 ઓગસ્ટથી રમાશે. શ્રીલંકા-ભારત સિરીઝમાં બેટ્સમેનોનું પ્રભુત્વ જોવા મળે છે. બંને ટીમો વચ્ચે રમાયેલી કોઈ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.

વિરાટ કોહલીના નામે છે રેકોર્ડ

વિરાટ કોહલીએ શ્રીલંકા સામે ભારતમાં 2017-18માં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની 5 ઇનિંગ્સમાં 3 સદી અને 1 અડધી સદી સાથે 610 રન બનાવ્યા હતા. કોહલીની સરેરાશ 152.50 રહી હતી અને સર્વોચ્ચ સ્કોર 243 રન રહ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે કોઈપણ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો આ રેકોર્ડ છે.

- Advertisement -

સનથ જયસૂર્યા બીજા ક્રમે

ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે શ્રીલંકાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સનથ જયસૂર્યા છે. જયસૂર્યાએ 1997માં શ્રીલંકામાં ભારત સામે 2 ટેસ્ટ મેચોની સિરીઝની 3 ઇનિંગ્સમાં 2 સદી સાથે 571 રન બનાવ્યા હતા. જયસૂર્યાની સરેરાશ 190.33 રહી હતી. તે સિરીઝમાં જયસૂર્યાએ ત્રેવડી સદી ફટકારી હતી. તેમણે 340 રનની ઇનિંગ્સ રમી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર પણ છે.

સહેવાગના નામે પણ મજબૂત રેકોર્ડ

ભારત-શ્રીલંકા વચ્ચે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા ક્રમે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ છે. સહેવાગે ભારતમાં 2009-10માં 3 ટેસ્ટ મેચોની સિરીઝની 4 ઇનિંગ્સમાં 2 સદી અને 1 અડધી સદી સાથે 491 રન બનાવ્યા હતા. તેમની સરેરાશ 122.75 રહી હતી. સહેવાગ આ સિરીઝમાં ત્રેવડી સદી બનાવવાની તક ચૂકી ગયા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર 293 રન રહ્યો હતો.

- Advertisement -

આ બેટ્સમેનો પર રહેશે નજર

હાલની સિરીઝમાં ભારત તરફથી શુભમન ગિલ, કેએલ રાહુલ અને યશસ્વી જયસવાલ પર નજર રહેશે, જ્યારે શ્રીલંકા તરફથી લાહિરુ ઉદારા, કામિન્દુ મેન્ડિસ, કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને કુસલ મેન્ડિસ ભારતીય બોલરોની કઠિન પરીક્ષા લઈ શકે છે.

Share This Article