India Tour Of England 2025: IPL પછી ઇંગ્લૅન્ડ પ્રવાસે ટીમ ઇન્ડિયા, રોહિત શર્મા કૅપ્ટન તરીકે યથાવત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

India Tour Of England 2025: આઇપીએલ-2025ની 18મી સીઝન પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચ માટે ઇંગ્લૅન્ડ પ્રવાસે જવાની છે. જેમાં ખેલાડીઓની પસંદગી પર ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે. રોહિત શર્મા જ ટીમનો કૅપ્ટન રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ મેચ માટે કુલ 25 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હોવાનું મીડિયા સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા સૂત્રો અનુસાર, ટીમની પસંદગી મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં થશે. સાઈ સુદર્શનને બેકઅપ ખેલાડી તરીકે, જ્યારે રજત પાટીદાર અને કરુણ નાયરને નંબર 5 અને 6 પર રમાડવા વિચારણા થઈ રહી છે. કુલદીપ યાદવની વાપસીની શક્યતા છે, જે ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

- Advertisement -

મેના બીજા સપ્તાહમાં થશે જાહેરાત

Share This Article