India vs Pakistan Hockey: 10 વર્ષથી પાકિસ્તાન સામે હાર્યું નથી ભારત, જાણો મેચનો સમય અને Live Streaming

Arati Parmar
2 Min Read

India vs Pakistan Hockey: ભારત-પાકિસ્તાન વચ્ચે આજે જંગ, જાણો ટીમ ઈન્ડિયા કેવી રીતે પહોંચી શકે આગળના રાઉન્ડમાં

India vs Pakistan Hockey: હોકી વિશ્વ કપમાં ભારતીય ટીમ પોતાના પૂલની છેલ્લી મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. હરમનપ્રીત સિંહની ટીમને પ્રથમ મેચમાં વેલ્સ સામે જીત મળી હતી, જ્યારે ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ પાકિસ્તાને વેલ્સ સામે ડ્રો રમ્યો હતો. ભારત હાલમાં 3 પોઈન્ટ સાથે પોતાના પૂલમાં બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલેથી જ આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. હવે ભારત, પાકિસ્તાન અને વેલ્સમાંથી માત્ર એક ટીમ આગળના રાઉન્ડમાં જશે. આ મેચમાં પાકિસ્તાને કોઈપણ સ્થિતિમાં જીત મેળવવી પડશે અને વેલ્સ ઈંગ્લેન્ડ સામે હારે તેવી પણ પ્રાર્થના કરવી પડશે, જ્યારે ભારત ડ્રોથી પણ આગામી રાઉન્ડમાં પહોંચી જશે.

10 વર્ષથી પાકિસ્તાન સામે હાર્યું નથી ભારત

- Advertisement -

પાકિસ્તાન હોકી વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી સફળ દેશ છે. જ્યારે ભારતીય ટીમ હોકીમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતનારી ટીમ છે. વર્તમાન ફોર્મને જોતા ભારતનું પલડું ભારે લાગી રહ્યું છે. ભારતીય ટીમે જોકે વિશ્વ કપ પહેલાં લંડનમાં પ્રો લીગના યુરોપ તબક્કામાં પાકિસ્તાન સામે 7-1 અને 4-3થી જીત મેળવી હતી. પાકિસ્તાની ટીમે છેલ્લી વખત ભારતને 2016 ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી વિશ્વ કપની મેચ ક્યારે રમાશે?

- Advertisement -

ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 ઓગસ્ટે હોકી વિશ્વ કપની મેચ રમાશે.

ભારત vs પાકિસ્તાન હોકી વિશ્વ કપ મેચ ક્યાં રમાશે?

- Advertisement -

નેધરલેન્ડ્સના એમ્સટેલવેનમાં આવેલા વૈગનર હોકી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાશે.

ભારત અને પાકિસ્તાનની હોકી વિશ્વ કપ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર 19 ઓગસ્ટે સાંજે સાડા 6 વાગ્યે શરૂ થશે.

હોકી વિશ્વ કપમાં યોજાનારી ભારત vs પાકિસ્તાન મેચનું Live Telecast ક્યાં જોઈ શકાય?

સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 2 અને સ્ટાર સ્પોર્ટ્સ ખેલની સાથે DD ફ્રી ડિશના DD સ્પોર્ટ્સ પર ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ શકાશે.

ભારત અને પાકિસ્તાનની હોકી વિશ્વ કપ મેચની Live Streaming ક્યાં જોઈ શકાય?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હોકી વિશ્વ કપની મેચ હોટસ્ટારની એપ અને વેબસાઇટ પર જોઈ શકાશે.

Share This Article