Oman announced a 17-member squad : ઓમાને એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી, ટીમ જતિન્દર સિંહના નેતૃત્વમાં રમશે

Arati Parmar
1 Min Read

Oman announced a 17-member squad : ઓમાનએ મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આવતા મહિને યોજાનાર એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમાં ચાર નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે. ઓમાન પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. તેને એશિયન દિગ્ગજો ભારત અને પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત સાથે ગ્રુપ A માં સ્થાન આપવામાં આવ્યું છે.

અનુભવી જતિન્દર સિંહને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓમાને ટીમમાં ચાર નવા ખેલાડીઓ સુફિયાન યુસુફ, ઝિકરિયા ઇસ્લામ, ફૈઝલ શાહ અને નદીમ ખાનનો સમાવેશ કર્યો છે.

- Advertisement -

ઓમાનની ટીમ આ પ્રમાણે છેઃ જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા (વિકેટકીપર), વિનાયક શુક્લા (વિકેટકીપર), સુફયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફયાન મહમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવલે, ઝિક્રિયા અલી શાહ, ઈમરાન શાહ, હસીન ઈસ્લામ, હસીન ઈસ્લામ. શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.

Share This Article