આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં બાંગલાદેશને નેધરલેન્ડને 87 રને હરાવી દીધું છે. 230 રનના

newzcafe
2 Min Read

ફરી ઉલટફેર : બાંગલાદેશ સામે નેધરલેન્ડની ભવ્ય જીત


ફરી ઉલટફેર : બાંગલાદેશ સામે નેધરલેન્ડની ભવ્ય જીત 


કોલકાતા, તા. 28 : આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં બાંગલાદેશને નેધરલેન્ડને 87 રને હરાવી દીધું છે. 230 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગલાદેશી ટીમ 42.2 ઓવરમાં 142 રનમાં સમેટાઈ હતી. નેધરલેન્ડે આ સાથે જ વિશ્વકપમાં બીજો ઉલટફેર કર્યો છે. આ પહેલા નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 38 રને પરાજીત કર્યું હતું. કોલકાતામાં રમાયેલા મુકાબલામાં નેધરલેન્ડની જીતનો હીરો ઝડપી બોલર પોલ વેન મીકેરેન રહ્યો હતો. જેણે ચાર ખેલાડીને આઉટ કર્યા હતા. બાસ ડી લીડેને બે, આર્યન દત્ત, કોલિન એકરમેન અને લોગાન વેન બીકને એક એક વિકેટ મળી હતી. બાંગલાદેશનો કોઈપણ બેટ્સમેન 35 રનને પાર પહોંચી શક્યો નહોતો. મેહદી હસન મિરાજે સર્વાધિક 35 રન કર્યા હતા જ્યારે મુસ્તફિજુર રહેમાન અને મહમુદુલ્લાહે 20-20 રન કર્યા હતા. વર્તમાન વિશ્વકપમાં આ બાંગલાદેશની છ મેચમાં પાંચમી હાર છે અને તે સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થયું છે. બીજી તરફ નેધરલેન્ડની છ મેચમાં બીજી જીત રહી છે. બાંગલાદેશ પોઈન્ટ ટેબલમાં હવે નવમા સ્થાને છે. જ્યારે નેધરલેન્ડ આઠમા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા પહેલા અને ભારત બીજા ક્રમાંકે છે. નેધરલેન્ડે બરેસીના 41, એડવર્ડસના 68 અને સાયબ્રાન્ડના 35 રનની મદદથી 50 ઓવરમાં 229 રન કર્યા હતા. જેના જવાબમાં બાંગલાદેશની ટીમ 42.2 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. બાંગલાદેશ તરફથી ચાર ખેલાડી ડબલ અંક સુધી પણ પહોંચી શક્યા નહોતા. મેહદી હસન મિરાજે 35, તંઝીદ હસને 15, મહમદુલ્લાહે 20, મેહદી હસને 17, તસ્કીન અહમદે 11 અને મુતફીજુર રહેમાને 20 રન કર્યા હતા. 

Share This Article