Virat Kohli Duck Record: વિરાટ કોહલી 41મી વખત શૂન્ય પર આઉટ, સેહવાગે મજાકિયા અંદાજમાં શેર કરી ‘એલિટ કંપની’ની લિસ્ટ

Arati Parmar
2 Min Read

Virat Kohli Duck Record: પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્‍દ્ર સેહવાગ પોતાના મજાકિયા અંદાજને કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા રહે છે. હવે તેમણે વિરાટ કોહલીની મજાક કરી છે. વીરુએ સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ભારતીય બેટ્સમેનોની લિસ્ટ શેર કરી અને તેને એલિટ કંપની નામ આપ્યું. આ લિસ્ટમાં ઝહીર ખાન સૌથી ઉપર છે. વિરાટ કોહલી બીજા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે પોતે વિરેન્‍દ્ર સેહવાગ 10મા નંબર પર છે.

વિરાટ કોહલી વેસ્ટઇન્ડિઝ સામેની વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ખાતું ખોલાવી શક્યા નહોતા. ત્યારબાદ તેઓ આ લિસ્ટમાં બીજા નંબર પર આવી ગયા છે. આ પહેલાં તેઓ 40 વખત શૂન્ય પર આઉટ થઈને ત્રીજા સ્થાને હતા. વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં જાયડન સેલ્સે તેમને પહેલી જ બોલ પર ક્લીન બોલ્ડ કરી દીધા હતા. તેના થોડા જ સમય પહેલાં તેણે કેપ્ટન ગિલને આઉટ કર્યો હતો. 2 બોલમાં 2 મહત્વપૂર્ણ વિકેટ લઈને ભારતને શરૂઆતમાં જ બેકફૂટ પર ધકેલી દીધું હતું. આ જ કારણે વેસ્ટઇન્ડિઝને આ મેચ જીતવામાં મદદ મળી.

- Advertisement -

લિસ્ટમાં સચિન-રોહિત પણ સામેલ

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેનોની લિસ્ટમાં ઘણા મહાન બેટ્સમેન અને બોલર બંને સામેલ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે લિસ્ટમાં માત્ર એવા ખેલાડીઓ છે, જેમણે લાંબા સમય સુધી ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યું છે અને એકથી વધુ ફોર્મેટમાં લગભગ એક દાયકા સુધી પ્રભુત્વ જમાવ્યું છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને રોહિત શર્મા પણ આ લિસ્ટનો ભાગ છે. જ્યારે ઝહીર ખાન સૌથી વધુ 43 વખત શૂન્ય પર આઉટ થઈને ટોપ પર છે. ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ લિસ્ટમાં સામેલ છે.

- Advertisement -

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ભારતીય ખેલાડીઓ

ક્રિકેટરઝીરોનો સ્કોર
ઝહીર ખાન43
વિરાટ કોહલી41
ઈશાંત શર્મા40
જસપ્રીત બુમરાહ37
હરભજન સિંહ37
અનિલ કુંબલે35
રોહિત શર્મા34
સચિન તેંડુલકર34
જવાગલ શ્રીનાથ32
વિરેન્‍દ્ર સેહવાગ32
Share This Article