મુંદરા, તા. 14 : વિકસીત ભારતની યાત્રામાં સકારાત્મક પરિવર્તન માટે અદાણી ફાઉન્ડેશન મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. દેશના 19 રાજ્યમાં 6,769 ગામડાંના 91 લાખ લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ દ્વારા સામાજિક જવાબદારીનું ઉદાહરણ પુરું પાડયું છે. શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને હેલ્થકેર ક્ષેત્રમાં ફાઉન્ડેશને કાર્યો કરી આગવી ઓળખ ઊભી કરી છે. શિક્ષણક્ષેત્રે અદાણી ફાઉન્ડેશનની 35 શાળાનાં 1.5 લાખ વિદ્યાર્થીએ મૂલ્ય આધારિત શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે.

અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ઓપરેશનલ ફૂટપ્રિન્ટમાં બિહાર અને આસામના ઉમેરા સાથે એક નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચ્યું છે. દેશના 15 રાજ્યમાં સક્ષમ કેન્દ્રોની કુલ સંખ્યા 40થી વધુ પહોંચી ગઈ છે. `અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ દ્વારા 1.69 લાખ યુવા કારગત કૌશલ્યો સાથે સક્ષમ બન્યા છે. સ્વરોજગારી મેળવી તેમણે ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે. સરકારી શાળાઓમાં પરિણામોને સુધારવા શરૂ કરવામાં આવેલા ઉત્થાન દ્વારા ઉત્થાન સહાયકો શૈક્ષણિક સેવાઓ પૂરી પાડે છે. ફાઉન્ડેશન દ્વારા નિમણૂંક પામેલા 170 સહાયકે નાણાકીય વર્ષ 2023-24માં 254 સરકારી શાળાને આવરી લીધી, જેમાં પાંચ રાજ્યના 38,000 બાળકનો સમાવેશ થાય છે.
સ્કીલ ડેવલપમેન્ટની દિશામાં આગળ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, સિંગાપોર સાથેના સહયોગે છમાંથી ત્રણ તબક્કા પૂર્ણ કર્યા છે. દિવ્યાંગોના આંતરરાષ્ટ્રીય દિવસ (3 ડિસે.) પહેલાં અદાણી ફાઉન્ડેશને મુંદરા અને તેની આસપાસની 20 અન્ય કંપની સાથે જોડાઈને 111 દિવ્યાંગને રોજગારીની તકો પૂરી પાડી હતી. ખેડૂતો અને ખેતીના ઉત્થાન માટે ગૌ-આધારિત ખેતી અને જળસંચય, જળવ્યવસ્થાપન વગેરેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ગોંદિયા જિલ્લાના તિરોરા બ્લોકનો ડેરી વિકાસ પ્રોજેક્ટ ખેડૂતોનું જીવનસ્તર ઊંચુ લાવવાના અનોખા પ્રયાસની ગાથા છે. જે 2,000 ખેડૂતને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને માર્કાટિંગની સુવિધા પૂરી પાડે છે. મહિલાઓ દ્વારા સંચાલિત 45 દૂધ સંગ્રહ કેન્દ્ર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ., ગોધરાને દૂધ સપ્લાય કરે છે. આરોગ્ય ક્ષેત્રમાં કરાયેલી મોબાઈલ હેલ્થકેર યુનિટ્સ અને હેલ્થ કેમ્પ થકી ફાઉન્ડેશન 20 લાખ લોકોને મદદ પહોંચાડાઈ છે.
ફાઉન્ડેશન અંતરિયાળ ગામોના એવા લોકો સુધી પહોંચ્યું છે, જ્યાં મૂળભૂત તબીબી સેવાઓની પહોંચ ન હતી. મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે માટે 2018થી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત 500થી વધુ સુપોષણ સંગિનીઓ 1,100થી વધુ ગામડાઓમાં ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. છેલ્લા 27 વર્ષથી અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં ટકાઉ સામાજિક ઉત્થાન માટે બાળકો, મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મહિલાઓ અને બાળકોમાં કુપોષણ અને એનિમિયાને દૂર કરવા માટેની સુપોષણ યોજનાથી 4 લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે.

