AI Data Centers Moon: AI ના ભવિષ્ય માટે ચંદ્ર પર ડેટા સેન્ટર: એલન મસ્ક, બેઝોસ અને પિચાઈની મહત્ત્વાકાંક્ષી યોજના!

Arati Parmar
3 Min Read

AI Data Centers Moon: AI ટેક્નોલોજીના આગમનથી રોજિંદા કામોમાં સરળતા આવી છે, પરંતુ આ AI ને ચાલુ રાખવા માટે કંપનીઓને મોટા ડેટા સેન્ટર્સની જરૂર પડે છે. ધરતી પર સીમિત વીજળી છે, જે ભવિષ્યમાં આ ડેટા સેન્ટર્સ માટે ઓછી પડી શકે છે. આ જ કારણોસર વિશ્વના ટેક દિગ્ગજો હવે ચંદ્ર (Moon) પર આશા લગાવીને બેઠા છે.

એલન મસ્ક, જેફ બેઝોસ અને સુંદર પિચાઈ જેવા મોટા નામો ચંદ્ર પર મોટા ડેટા સેન્ટર બનાવવાનું વિચારી રહ્યા છે. આ ટેક હસ્તીઓ ઝડપથી તેમના પ્લાનને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે, કારણ કે ધરતી પર વીજળી ઓછી પડી રહી છે અને નવા ડેટા સેન્ટર બનાવવામાં ઘણી કાયદાકીય ગૂંચવણો આવે છે, જે ચંદ્ર પર નથી.

૧. ટેક દિગ્ગજોની ચંદ્ર પરની યોજનાઓ

 

  • જેફ બેઝોસ અને બ્લુ ઓરિજિન: રિપોર્ટ મુજબ, જેફ બેઝોસે કહ્યું કે ચંદ્ર એ બ્રહ્માંડ દ્વારા આપેલી ભેટ છે. તેમની કંપની બ્લુ ઓરિજિન ચંદ્ર પર AI માટે મોટા ડેટા સેન્ટર બનાવવા માંગે છે.

  • એલન મસ્ક અને સ્પેસએક્સ: મસ્કની કંપની સ્પેસએક્સ સ્ટારલિંક સેટેલાઇટ્સમાં સોલર પાવર લગાવીને અંતરિક્ષમાં જ AI સર્વર ચલાવવાનું વિચારી રહી છે, જે લેઝર દ્વારા ડેટા મોકલી શકશે. તેમનું મોટું સપનું ચંદ્ર પર એવી ફેક્ટરીઓ બનાવવાનું છે, જે AI ના સેટેલાઇટ્સ પોતે બનાવશે અને એક વર્ષમાં સેંકડો ટેરાવૉટ વીજળી પેદા કરશે.

  • સુંદર પિચાઈ અને ગૂગલ: ગૂગલે પ્રોજેક્ટ સનકેચર શરૂ કર્યો છે, જે ચંદ્ર પર કમ્પ્યુટિંગની તૈયારી કરી રહ્યો છે. પિચાઈનું કહેવું છે કે આગામી પેઢીનો AI ચંદ્ર પર જ ટ્રેન થશે. ગૂગલ ૨૦૨૭ સુધીમાં બે ટેસ્ટ સેટેલાઇટ્સ છોડશે, જે અંતરિક્ષમાં મશીન લર્નિંગના સાધનો કેવી રીતે કામ કરે છે તે જોશે.

૨. AI ડેટા સેન્ટર્સને વીજળીની તીવ્ર જરૂરિયાત

 

AI મૉડેલ્સને ચલાવવામાં ઘણી વીજળીની જરૂર પડે છે:

  • વીજળીની કટોકટી: અમેરિકાએ વીજળીના ક્ષેત્રમાં ઇમરજન્સી જાહેર કરી છે. OpenAI નું કહેવું છે કે દર વર્ષે ૧૦૦ ગીગાવૉટ નવી વીજળીની જરૂર છે.

  • વધતી માંગ: હવે ટેક કંપનીઓ સેંકડો ગીગાવૉટ અને ટેરાવૉટ વીજળીની વાત કરી રહી છે, જે ઘણા દેશો મળીને ઉપયોગ કરે છે. આટલી વીજળીનો પુરવઠો પૂરો પાડવો એક મોટો પડકાર છે.

૩. અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવવાથી ફાયદા

 

અંતરિક્ષમાં ડેટા સેન્ટર સ્થાપિત કરવાના સ્પષ્ટ ફાયદા છે:

  • ૨૪ કલાક વીજળી: અંતરિક્ષમાં સૂર્યનો પ્રકાશ ૨૪ કલાક મળે છે, તેથી સોલર પેનલ હંમેશા પૂરી તાકાતથી કામ કરશે. વાદળો કે વરસાદનો ડર નહીં રહે.

  • કુદરતી કૂલિંગ: ત્યાં શૂન્યાવકાશ (Vaccum) છે, એટલે કે ગરમી આપોઆપ બહાર નીકળી જશે. ડેટા સેન્ટરની કૂલિંગ પાછળ થતો કરોડોનો ખર્ચ બચી જશે.

  • નિયમોનો અભાવ: ત્યાં કોઈ સરકારી નિયમ-કાયદા નથી, તેથી કંપનીઓ પોતાની મરજી મુજબ કામ કરી શકશે.

નાસાના પૂર્વ વૈજ્ઞાનિકો માને છે કે ૧૦ વર્ષમાં આ એક ફાયદાનો સોદો બની જશે અને AI ની વધતી ભૂખ જ અંતરિક્ષમાં ઇન્ડસ્ટ્રી લાવશે.

Share This Article