Download Driving License: ઘણીવાર એવું બને છે કે સમય જતાં ડ્રાઈવિંગ લાયસન્સ ફાટી જાય છે અને ઘણીવાર લાયસન્સ પરની છપાણ પણ ઘસાઈ જાય છે. આવા સમયે તમે ખૂબ જ સરળતાથી તમારા ફોનની મદદથી ડ્રાઈવિંગ લાયસન્સને ડાઉનલોડ કરી શકો છો. આવું કરવા માટે એક નહીં પણ 4 રીતો છે. જેમાં ડિઝીલોકર એપ, પરિવહન સેવા પોર્ટલ, mParivahan એપ અને ડિઝીલોકરનું WhatsApp ચેટબોટ વગેરે સામેલ છે.
ચાલો સમજીએ કે કેવી રીતે તમે તમારા ફોન પર તરત જ ડ્રાઈવિંગ લાયસન્સ ડાઉનલોડ કરી શકો છો. ડિઝીલોકર એપ અથવા વેબસાઈટથી DL કેવી રીતે ડાઉનલોડ કરવું?
તમારા ફોન પર ડિઝીલોકર એપ અથવા વેબસાઈટની મદદથી ડ્રાઈવિંગ લાયસન્સ ડાઉનલોડ કરવા માટે તમારા ફોનમાં ડિઝીલોકર એપને ડાઉનલોડ કરી લો અથવા ફોનના બ્રાઉઝરમાં ડિઝીલોકર એપને ખોલી લો. એપ અથવા વેબસાઈટમાં લોગ-ઈન કરી લો. હવે સર્ચ બારમાં Driving License ને સર્ચ કરો. હવે તમારા રાજ્યના Transport Department ને પસંદ કરો. તમારો ડ્રાઈવિંગ લાયસન્સ નંબર દાખલ કરો. ત્યારબાદ એપ અથવા વેબસાઈટ પર તમારા ડોક્યુમેન્ટ્સમાં તમારું DL દેખાવા લાગશે.
ધ્યાન રાખવા જેવી બાબત છે કે ડિઝીલોકર પર ડાઉનલોડ થતું DL દેખાવમાં તમારા નોર્મલ DL થી અલગ હશે પરંતુ કાયદાકીય રીતે તે સંપૂર્ણપણે માન્ય હશે. તમે ઈચ્છો તો તેને ટ્રાફિક પોલીસને પણ બતાવી શકો છો.
WhatsApp થી કેવી રીતે ડાઉનલોડ કરવું DL?
જો તમે ડિઝીલોકર એપ અથવા વેબસાઈટનો ઉપયોગ કરવા નથી માંગતા, તો તમે સીધા WhatsApp પર જ ડિઝીલોકર બોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારા ફોનમાં 9013151515 આ નંબરને સેવ કરી લો અને તેના પર એક Hello અથવા Hi નો મેસેજ મોકલો. હવે તમને પૂછવામાં આવશે કે તમે ડિઝીલોકરની સેવાઓનો ઉપયોગ કરવા માંગો છો કે પછી કોવિન (CoWin) ની? અહીં DigiLocker Services ને પસંદ કરો અને OTP દ્વારા વેરિફિકેશન પૂરું કર્યા પછી ડિઝીલોકર પર સેવ તમારા ડોક્યુમેન્ટ્સની પૂરી લિસ્ટ સામે આવી જશે. હવે Driving License નો ઓપ્શન પસંદ કરો અને તેની પીડીએફ (PDF) તમને WhatsApp પર જ ડાઉનલોડ કરવા માટે મળી જશે.
mParivahan એપથી કેવી રીતે ડાઉનલોડ કરવું ડ્રાઈવિંગ લાયસન્સ?
જો તમે ડિઝીલોકરની જગ્યાએ કોઈ બીજી એપનો ઉપયોગ કરીને ફોન પર તમારું DL ડાઉનલોડ કરવા માંગો છો, તો તમે mParivahan એપને ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં લોગ-ઈન કર્યા પછી Create Virtual DL ના ઓપ્શન પર ક્લિક કરો. હવે તમારો DL નંબર અને જન્મ તારીખ (Date of Birth) દાખલ કરો. ત્યારબાદ તમારા ફોનની સ્ક્રીન પર QR કોડ વાળું વર્ચ્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ દેખાવા લાગશે. આ લાયસન્સને તમે ફોનમાં ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ બતાવી શકો છો.
Parivahan Sewa પોર્ટલથી કેવી રીતે ડાઉનલોડ કરવું ડ્રાઈવિંગ લાયસન્સ?
તમે કોઈપણ એપ ડાઉનલોડ કર્યા વિના પણ સીધા પરિવહન મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટથી તમારું ડ્રાઈવિંગ લાયસન્સ ડાઉનલોડ કરી શકો છો. આ માટે પહેલા parivahan.gov.in પર જતા રહો. હવે Online Services માં Driving License Related Services ને પસંદ કરો. ત્યારબાદ તમારા રાજ્યને પસંદ કરો. હવે Others માં Find DL Application અથવા Print Driving License ના ઓપ્શનનો ઉપયોગ કરીને તમારી વિગતો ભરો. ત્યારબાદ તમે તમારું DL ડાઉનલોડ કરી શકશો.

