Gmail Spam Settings: ઘણી વખત જરૂરી ઇમેઇલ પણ સ્પામમાં ચાલ્યા જાય છે અને આપણે તેમને જીમેઇલના ઇનબોક્સમાં શોધતા રહીએ છીએ. જો કે, કેટલાક નાના ફેરફાર કરીને જીમેઇલ યુઝર્સ આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. જીમેઇલની સત્તાવાર સપોર્ટ ગાઇડન્સ અનુસાર, જરૂરી ઇમેઇલ પણ સ્પામમાં એટલા માટે ચાલ્યા જાય છે કારણ કે ઇમેઇલને ‘સ્પામ’ માંથી મેન્યુઅલી હટાવવામાં આવ્યા હોતા નથી. અથવા તો ઇમેઇલ મોકલનાર યુઝર ‘કોન્ટેક્ટ્સ’ લિસ્ટમાં હોતો નથી. અથવા ફિલ્ટર યોગ્ય રીતે સેટ અપ ન કરવાના કારણે પણ ઘણી વખત જરૂરી જીમેઇલ સ્પામમાં ચાલ્યા જાય છે.
આ ત્રણ રીતો આવશે કામ
ગૂગલનું કહેવું છે કે યુઝર્સ આ સમસ્યાને ઠીક કરવા માટે ઇમેઇલને ‘સ્પામ’ માંથી રિમૂવ કરી શકે છે, યુઝરને ‘Google Contacts’ માં ઉમેરી શકે છે અને એવા ફિલ્ટર બનાવી શકે છે, જે જીમેઇલને ભવિષ્યના મેસેજને ‘સ્પામ’ માર્ક કરતા રોકે. અહીં આના માટે એક સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જણાવવામાં આવી છે.
કમ્પ્યુટર પર અપનાવો આ રીતો
સ્પામમાંથી રિમૂવ કરો ઇમેઇલ
પોતાના કમ્પ્યુટર પર સૌથી પહેલા જીમેઇલ ઓપન કરો.
હવે લેફ્ટ સાઇડમાં આપવામાં આવેલા મેન મેનૂમાં જાઓ અને મોર પર ક્લિક કરો.
પછી સ્પામ પર ક્લિક કરો.
હવે તે ઇમેઇલની બાજુમાં બનેલા બોક્સને સિલેક્ટ કરો, જેને તમે હટાવવા માંગો છો.
આવું કરતા જ તમને સૌથી ઉપર Not spam નો ઓપ્શન મળશે. આના પર ક્લિક કરી દો.
કોન્ટેક્ટમાં આ રીતે કરો એડ
મોકલનારને પોતાના Contacts માં ઉમેરવા માટે પોતાના કમ્પ્યુટર પર જીમેઇલ ઓપન કરો.
અહીં લેફ્ટ સાઇડમાં ગૂગલ કોન્ટેક્ટ્સનો ઓપ્શન હશે. આના પર ક્લિક કરો.
હવે સૌથી ઉપર લેફ્ટ સાઇડ આપવામાં આવેલા ક્રિએટ કોન્ટેક્ટ પર ક્લિક કરો.
પછી ક્રિએટ કોન્ટેક્ટ પર જાઓ.
હવે Contact અથવા Contacts ની માહિતી નાખીને સેવ પર ક્લિક કરી દો.
ફિલ્ટર સેટ કરો
ઉપર જણાવેલી બંને રીતો સિવાય તમે ફિલ્ટર બનાવી શકો છો, જેથી કોઈ ખાસ મોકલનારના ઇમેઇલ ક્યારેય પણ Spam માં ના જાય.
આના માટે પોતાના કમ્પ્યુટર પર Gmail ખોલો.
સૌથી ઉપર સર્ચ બારમાં “Show search options” (થ્રી ડોટ આઇકન અથવા હેમબર્ગ આઇકન) પર ક્લિક કરો.
“From” ની આગળ મોકલનારનું ઇમેઇલ સરનામું નાખો. જો તમે એ જોવા માંગો છો કે તમારી સર્ચ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં, તો “Search” પર ક્લિક કરો.
સર્ચ વિન્ડોની નીચે “Create filter” પર ક્લિક કરો.
“Never send it to Spam” ની આગળ બનેલા બોક્સને ચેક કરો.
“Create filter” પર ક્લિક કરો.
ફોન માટે ફોલો કરો આ સ્ટેપ્સ
સ્પામમાંથી રિમૂવ કરવાની રીત
ઇમેઇલને Spam માંથી હટાવો. ઇમેઇલ હટાવ્યા પછી તે મોકલનારના આવનારા ઇમેઇલ Spam માં નહીં જાય. આના માટે પોતાના એન્ડ્રોઇડ કે આઇફોન અથવા ટેબ્લેટ પર જીમેઇલ ઓપન કરો.
ઉપર Menu પર ટેપ કરો અને પછી Spam પર ટેપ કરો.
તે ઇમેઇલ ખોલો જેને તમે હટાવવા માંગો છો. ઉપર રાઇટ સાઇડમાં More પર ટેપ કરો અને પછી Report not spam પર ટેપ કરો.
આ રીતે ઉમેરો કોન્ટેક્ટ્સ
મોકલનારને પોતાના Contacts માં ઉમેરવા માટે Contacts એપ ખોલો. નીચે રાઇટ સાઇડમાં Add પર ટેપ કરો.
કોન્ટેક્ટ્સનું નામ અને ઇમેઇલ સરનામું અથવા ફોન નંબર નાખો.
Save પર ટેપ કરો.
જે તમારી પાસે Contacts એપ નથી, તો આને Google Play Store પરથી ડાઉનલોડ કરો.
ફિલ્ટર બનાવવા માટે તમારે પોતાના કમ્પ્યુટરથી Gmail ખોલવું પડશે.

