HCL Foxconn Semiconductor JV: ભારત બનશે ‘ચિપ’ પાવરહાઉસ, HCL અને ફોક્સકોનનો જેવરમાં ૩૭૦૦ કરોડનો મેગા પ્લાન્ટ

Arati Parmar
2 Min Read

HCL Foxconn Semiconductor JV: સ્માર્ટફોનથી લઈને વાહનો સુધી વપરાતી ચિપ્સની માંગ સતત વધી રહી છે. ભારતમાં IT કંપની HCL એ ચિપના ઉત્પાદન માટે Foxconn સાથે ભાગીદારી કરી છે. આ માટે આ બંને કંપનીઓએ સંયુક્ત સાહસ – India Chip Pvt Ltd બનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઈડાના જેવરમાં India Chip Pvt Ltd નો શિલાન્યાસ કર્યો હતો. આ HCL ગ્રુપ અને ફોક્સકોન વચ્ચે 60:40નું સંયુક્ત સાહસ છે. આ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્લાન્ટ 2028 સુધીમાં શરૂ થઈ શકે છે. આગામી થોડા વર્ષોમાં આ પ્લાન્ટમાં અંદાજે ૩,૭૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આમાં કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રોજેક્ટ ખર્ચના લગભગ 70 ટકા પૂરા પાડવામાં આવશે અને બાકીનું રોકાણ કંપની કરશે. આમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની ડિજિટલ સ્ક્રીન બનાવવામાં વપરાતી ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.

- Advertisement -

ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “છેલ્લા ૧૧ વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ બનાવ્યું છે. વિશ્વમાં ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં ભારતનું ત્રીજું સ્થાન છે.” ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “ઉત્તર પ્રદેશનો વિકાસ ચિપ્સ માટે વડાપ્રધાનના વિઝન પર નિર્ભર રહેશે.” દેશમાં છેલ્લા નાણાકીય વર્ષમાં સેમિકન્ડક્ટર્સની આયાત લગભગ 18.5 ટકા વધીને અંદાજે ૧.૭૧ લાખ કરોડ રૂપિયાની હતી. કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનને વધારવા માટે પગલાં લીધાં છે. આનાથી આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. ભારતના કેટલાક મોટા બિઝનેસ ગ્રુપોએ સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન વધારવા માટે વિદેશી કંપનીઓ સાથે ટાઈ-અપ કર્યા છે. તાજેતરમાં ટાટા ગ્રુપે અમેરિકન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરર એનાલોગ ડિવાઈસીસ સાથે જોડાણ કર્યું હતું.

HCL ગ્રુપના ચેરમેન રોશની નાદર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “અમને સેમિકન્ડક્ટર્સ માટે મહત્તમ માંગ ભારતમાંથી મળવાનો અંદાજ છે. દેશમાં સેમિકન્ડક્ટર્સની માંગના અંદાજે 25 ટકા અમે પૂરા કરી શકીએ છીએ. અમે અમારા ઉત્પાદનમાંથી 20-30 ટકા નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” આ પ્લાન્ટથી ૩,૫૦૦ થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ મળવાનો અંદાજ છે. આ યુનિટની ક્ષમતા દર મહિને અંદાજે ૨૦,૦૦૦ વેફર્સ પ્રોસેસ કરવાની હશે.

- Advertisement -
Share This Article