India Sarvam AI: દેશી AI નો દબદબો: બેંગલુરુની સ્ટાર્ટઅપ ‘સર્વમ AI’ એ ગૂગલ અને ઓપન-એઆઈને આપી જોરદાર ટક્કર

Arati Parmar
3 Min Read

India Sarvam AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં અત્યાર સુધી અમેરિકા અને ચીન સૌથી આગળ ઉભા હોય તેવું લાગતું હતું, પરંતુ હવે ભારત પણ AI ના ક્ષેત્રમાં મજબૂતીથી સામે આવ્યું છે. ભારતના સર્વમ AI (Sarvam AI) એ Google Gemini અને ChatGPT ને પણ પાછળ છોડી દીધા છે. બેંગલુરુની સ્ટાર્ટઅપ સર્વમ AI આ દિવસોમાં વિશ્વભરની AI કોમ્યુનિટીમાં ચર્ચામાં છે. તેના બે નવા ઇનોવેશન ‘સર્વમ વિઝન’ (Sarvam Vision) અને ‘બુલબુલ V3’ (Bulbul V3) આનું મુખ્ય કારણ છે. આ AI મોડેલ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) ના ઘણા કિસ્સાઓમાં Google Gemini અને ChatGPT જેવા મોટા ગ્લોબલ મોડેલો કરતા વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે.

ભારતનું સર્વમ AI

કંપનીના કો-ફાઉન્ડર પ્રત્યુષ કુમારે X પર સર્વમ AI ને લઈને દાવો કર્યો હતો કે સર્વમ વિઝને olmOCR-Bench પર ૮૪.૩% ચોકસાઈ (Accuracy) હાંસલ કરી છે, જે Gemini 3 Pro અને DeepSeek OCR v2 કરતા પણ વધારે છે. તેવી જ રીતે, OmniDocBench v1.5 પર તેને ૯૩.૨૮% એક્યુરેસી મળી છે.

- Advertisement -

Bulbul V3 ટેક્સ્ટ-ટુ-સ્પીચ મોડેલ

બુલબુલ V3 ની વાત કરીએ તો, તે એક ટેક્સ્ટ-ટુ-સ્પીચ મોડેલ છે, જે ૩૫ અલગ-અલગ અવાજોને સપોર્ટ કરે છે. આ અવાજોના સેમ્પલ ૨૨ ભારતીય ભાષાઓમાંથી લેવામાં આવ્યા છે. આ મોડેલ અલગ-અલગ ગુણવત્તાવાળી સ્કેન કરેલી ફાઈલો અને કન્ટેન્ટને પણ સંભાળી શકે છે. પ્રત્યુષ કુમારનો દાવો છે કે ભારતીય ભાષાઓના કિસ્સામાં સર્વમ વિઝન અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ મોડેલ છે અને તે ભારતની તમામ ૨૨ અનુસૂચિત ભાષાઓને સપોર્ટ કરે છે. સર્વમ AI ની આ સિરીઝમાં 3B-parameter વાળું ‘સ્ટેટ-સ્પેસ વિઝન-લેંગ્વેજ’ મોડેલ પણ સામેલ છે. આ મોડેલ ઘણા વિઝ્યુઅલ કાર્યો કરવા માટે સક્ષમ છે, જેમ કે- ઇમેજ કેપ્શન બનાવવા, તસવીરોમાં લખેલા ટેક્સ્ટને ઓળખવા, ચાર્ટને સમજવા અને ટેબલ વાંચીને તેનું વિશ્લેષણ કરવું વગેરે.

- Advertisement -

AI ની દુનિયામાં ભારતની મોટી સિદ્ધિ

કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સર્વમ AI નું લક્ષ્ય છે કે ભારતમાં દરેક વ્યક્તિ સુધી AI ની સુવિધા સરળતાથી પહોંચે. કંપનીના જણાવ્યા અનુસાર, અમારો ઉદ્દેશ્ય એવા મૂળ AI મોડેલ બનાવવાનો છે, જે દેશની ખાસ જરૂરિયાતોને પૂરી કરી શકે. સર્વમ AI ની સફળતાએ ભારતના AI ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આનાથી સાબિત થાય છે કે ભારત હવે કોર AI ઇનોવેશનમાં પણ વિશ્વની સામે પોતાની ક્ષમતા બતાવી રહ્યું છે.

- Advertisement -
Share This Article