Moto G57 Power Launch Price: ધમાકેદાર સ્માર્ટફોન: moto g57 POWER ભારતમાં લોન્ચ, ૭૦૦૦ mAh બેટરી અને સ્નેપડ્રેગન ૬S Gen ૪ ચિપસેટ સાથે શું છે કિંમત?

Arati Parmar
2 Min Read

Moto G57 Power Launch Price: moto g57 POWER ના ૮ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ વેરિઅન્ટના ભાવ ૧૪,૯૯૯ રૂપિયા છે. બેંક ઓફર્સ હેઠળ ૧,૦૦૦ રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ લોન્ચ ઓફર્સ હેઠળ ૧,૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ લિમિટેડ પીરિયડ માટે આપવામાં આવી રહ્યું છે. જેનાથી ફોનની અસરકારક કિંમત ૧૨,૯૯૯ રૂપિયા થઈ જાય છે.

moto g57 POWER ની ઉપલબ્ધતા

moto g57 POWER ને ત્રણ કલર્સમાં લાવવામાં આવ્યો છે. તે વેગન લેધર ફિનિશમાં આવે છે. ફોનનું વેચાણ ૩ ડિસેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યાથી ફ્લિપકાર્ટ, મોટોરોલા ડોટ ઇન અને મુખ્ય રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

moto g57 POWER ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

moto g57 POWER લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ ૧૬ પર રન કરે છે. આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે, જેમાં સ્નેપડ્રેગન ૬એસ જનરેશન ૪ (Snapdragon 6s Gen4) ચિપસેટ આપવામાં આવ્યું છે. ૮ જીબી રેમ છે. ૧૨૮ જીબી સ્ટોરેજ મળે છે. આ ફોનની બોડીમાં વેગન લેધરનો ઉપયોગ થયો છે. પ્લાસ્ટિક ફ્રેમ આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ ૭આઈનું પ્રોટેક્શન છે. ફોનનું વજન આશરે ૨૧૦ ગ્રામ છે.

moto g57 POWER બેટરી, કેમેરા

moto g57 POWER માં ૭,૦૦૦ એમએએચની બેટરી આપવામાં આવી છે. તે ૩૩ વોટની ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી સાથે આવે છે. તેને IP૬૪ રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોનમાં ૫૦ મેગાપિક્સલનો સોની LYTIA ૬૦૦ કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. સેકન્ડરી કેમેરા ૮ મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ છે. આ ઉપરાંત, એક ટુ-ઇન-વન લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ૮ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. તેમાં ઘણા શૂટિંગ મોડ્સ અને એઆઇ મોડ્સ મળી જાય છે.

Motorola G57 Power (1)

moto g57 POWER માં ૬.૭૨ ઇંચનો ફૂલએચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ૧૨૦ હર્ત્ઝના રિફ્રેશ રેટ સાથે આવે છે. ડિસ્પ્લેમાં ૧૦૫૦ નિટ્સની બ્રાઇટનેસ અને ડિસ્પ્લે કલર બૂસ્ટની સુવિધા મળી જાય છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. એફએમ રેડિયો, સ્ટીરિયો સ્પીકર્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

Share This Article