Motorola Edge 70 Max ની પ્રથમ સેલ શરૂ, જાણો કિંમત, ઓફર્સ અને સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ

Arati Parmar
3 Min Read

Motorola Edge 70 Max નું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયું છે. આજે ગ્રાહકો તેને Motorolaની અધિકૃત વેબસાઇટ અને ઈ-કોમર્સ સાઇટ Flipkart પરથી ખરીદી શકે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસરથી સજ્જ છે. Edge 70 Maxમાં 7,100mAhની બેટરી આપવામાં આવી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. અહીં અમે તમને Motorola Edge 70 Maxની કિંમત, સ્પેસિફિકેશન્સ અને અન્ય ખાસિયતો વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.

Motorola Edge 70 Max Price

- Advertisement -

Motorola Edge 70 Max આજથી વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. Edge 70 Maxના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹54,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹59,999 છે. ગ્રાહકો Motorolaની વેબસાઇટ અને Flipkart પરથી આ ફોન ખરીદી શકે છે. પ્રારંભિક બેંક ઓફરમાં ₹5,000 સુધીની બચત મળી રહી છે. ઉપરાંત 18 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

Motorola Edge 70 Max Features & Specifications

- Advertisement -

Motorola Edge 70 Maxમાં 6.8 ઇંચની Quad HD+ 2K Extreme AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1440×3168 પિક્સલ, 144Hz રિફ્રેશ રેટ અને 7000 નિટ્સ પીક બ્રાઇટનેસ છે. ડિસ્પ્લેને Gorilla Glass 7iનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોન Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસરથી સજ્જ છે. ફોન Android 16 આધારિત Hello UX પર કાર્ય કરે છે. તેમાં 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,100mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન ઓન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ રીડર અને ફેસ અનલોક સિક્યુરિટી ફીચર્સ સાથે આવે છે. ઉપરાંત, મિલિટરી ગ્રેડ ટકાઉપણું માટે MIL-STD-810H પ્રમાણન આપવામાં આવ્યું છે. ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP69/IP68/IP66 રેટિંગ આપવામાં આવી છે.

કેમેરા સેટઅપની વાત કરીએ તો Edge 70 Maxના પાછળના ભાગમાં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા તેમજ f/2.2 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કૉલ માટે f/2.2 અપર્ચર સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડાયમેન્શન મુજબ ફોનની લંબાઈ 164 મિમી, પહોળાઈ 77 મિમી, જાડાઈ 8.29 મિમી અને વજન 221 ગ્રામ છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 5G, Wi-Fi 7, Bluetooth 6.0, NFC, GPS અને USB Type-C 2.0 પોર્ટ આપવામાં આવ્યો છે. Edge 70 Maxમાં Motorola Qira પણ રજૂ કરવામાં આવ્યું છે.

- Advertisement -
Share This Article