Oppo K15x: Oppoએ પોતાની K-Seriesમાં નવો Oppo K15x સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ તેને Oppo K15s સાથે રજૂ કર્યો છે, પરંતુ K15xને તેનાથી અલગ રાખીને વધુ પરવડે તેવા સેગમેન્ટમાં ઉતારવામાં આવ્યો છે. ફોનમાં 6500mAhની મોટી બેટરી, 45W SuperVOOC ચાર્જિંગ અને 120Hz રિફ્રેશ રેટવાળું મોટું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. પરફોર્મન્સ માટે તેમાં MediaTek Dimensity 6300 ચિપસેટ મળે છે. સાથે જ ફોનમાં IP64 રેટિંગ અને કંપનીનું Diamond Anti-Drop Architecture પણ આપવામાં આવ્યું છે.
Oppo K15x ને ચીનમાં બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના 6GB + 128GB કન્ફિગરેશનની કિંમત 1,399 યુઆન એટલે કે લગભગ 20,000 રૂપિયા, જ્યારે 6GB + 256GB વેરિઅન્ટની કિંમત 1,699 યુઆન એટલે કે આશરે 24,400 રૂપિયા રાખવામાં આવી છે. ફોન Glacier White અને Prism Purple કલર ઑપ્શનમાં આવે છે. હાલમાં કંપનીએ વૈશ્વિક બજારમાં તેની ઉપલબ્ધતા વિશે માહિતી આપી નથી.
Oppo K15xમાં 6.75 ઇંચનું HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ પેનલ 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે અને તેની પીક બ્રાઇટનેસ 1,125 નિટ્સ સુધી છે. ડિસ્પ્લેમાં 240Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ પણ મળે છે. પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની સાથે LPDDR4X RAM અને UFS 2.2 સ્ટોરેજ મળે છે. ફોનને ટકાઉ બનાવવા માટે તેમાં IP64 રેટિંગ અને Diamond Anti-Drop Architecture આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે નવા Oppo સ્માર્ટફોનમાં 13MPનો ઑટોફોકસ રિયર કૅમેરા આપવામાં આવ્યો છે. કૅમેરા 10x સુધી ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કૉલ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કૅમેરા મળે છે. વીડિયો રેકોર્ડિંગની વાત કરીએ તો રિયર કૅમેરા 1080p વીડિયોને 60fps સુધી રેકોર્ડ કરી શકે છે. જ્યારે 720p સ્લો-મોશન વીડિયો રેકોર્ડિંગ 120fps સુધી કરી શકાય છે.
Oppo K15xની મોટી ખાસિયત તેની 6500mAh બેટરી છે. ફોનમાં 45W SuperVOOC અને UFCS ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જોકે કંપની અનુસાર તેની રેટેડ બેટરી ક્ષમતા 6,335mAh છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ-SIM, Wi-Fi 5 અને Bluetooth ઑડિયો સપોર્ટ મળે છે. K15xમાં 3.5mm હેડફોન જેક, એક્સપાન્ડેબલ સ્ટોરેજ અને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેમાં NFC સપોર્ટ મળતો નથી.

