PNG Gas Self Billing Guide: સરકારે એવા લોકો માટે પીએનજી (PNG) કનેક્શન લેવું અનિવાર્ય કરી દીધું છે, જેમના વિસ્તારમાં ગેસ પાઈપલાઈન ઉપલબ્ધ છે. એવામાં જો તમે પણ કનેક્શન લઈ રહ્યા છો, તો પીએનજી કનેક્શનના સૌથી મોટા ફીચર ‘સેલ્ફ બિલિંગ’ વિશે તમને ખબર હોવી જોઈએ. આ ફીચર એવા લોકો માટે છે, જેમને શંકા હોય છે કે તેમનું પીએનજી બિલ જરૂરત કરતા વધારે આવી રહ્યું છે. સેલ્ફ બિલિંગ ફીચરની મદદથી તમે પોતે જ તમારા પીએનજી મીટરનું રીડિંગ લઈ શકો છો અને જાતે જ બિલ જનરેટ કરી શકો છો. આ પછી બિલમાં કોઈપણ પ્રકારની ગરબડની શક્યતા રહેતી નથી.
પીએનજી કનેક્શન એક સામાન્ય એલપીજી (LPG) ગેસ કનેક્શનની સરખામણીમાં વધુ સ્માર્ટ હોય છે અને આનાથી જોડાયેલા અનેક કામો તમે એપ દ્વારા કંટ્રોલ કરી શકો છો. સેલ્ફ બિલિંગ પણ આ ફીચર્સમાંનું એક છે. તમે માત્ર થોડા જ સ્ટેપ્સમાં સેલ્ફ બિલિંગ કરી શકો છો.
એપ પર એકાઉન્ટ હોવું જરૂરી
સેલ્ફ બિલિંગ કરવા માટે જરૂરી છે કે તમારું એકાઉન્ટ તે કંપનીની એપ પર હોય, જેનું તમે કનેક્શન લીધું છે. તમે જે કંપનીનું પીએનજી કનેક્શન લીધું છે (જેમ કે અદાણી ગેસ, ગુજરાત ગેસ વગેરે), તેની વેબસાઇટ પર જઈને ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી લો અને કસ્ટમર આઈડીની મદદથી એકાઉન્ટ રજિસ્ટર કરી લો.
કેવી રીતે કરવું સેલ્ફ બિલિંગ?
સેલ્ફ બિલિંગ કરવા માટે પીએનજી કંપનીની એપ પર લોગઈન કર્યા પછી:
‘Self Billing’ ના ટેબ પર ક્લિક કરો. આ ઓપ્શન તમને હોમ પેજ પર મળી જશે.
ત્યારબાદ તમારી કસ્ટમર આઈડી દાખલ કરો.
હવે એપમાં મીટરનું જે રીડિંગ દેખાતું હોય તે દાખલ કરો.
ત્યારબાદ મીટરનો એક ફોટો અપલોડ કરવા માટે કહેવામાં આવશે. ધ્યાન રાખવું કે મીટરના ફોટામાં રીડિંગ સ્પષ્ટ દેખાતું હોય.
આ પછી સેલ્ફ રીડિંગને સબમિટ કરી દો.
આગળ શું થશે?
એકવાર જ્યારે તમે સેલ્ફ બિલિંગની પ્રક્રિયા પૂરી કરી દેશો, ત્યારે 24-48 કલાકમાં તમારું બિલ જનરેટ થઈ જશે. આ બિલ તે જ રીડિંગના આધારે બનેલું હશે જે તમે સેલ્ફ બિલિંગ દરમિયાન સબમિટ કર્યું હશે. ત્યારબાદ તમે નિયત તારીખ મુજબ તમારા બિલની પેમેન્ટ કરી શકશો.

