Samsung Galaxy Buds On: સેમસંગ ગેલેક્સી બડ્સ ઑનની કિંમત ₹21,820, ઓપન-ઈયર ડિઝાઇન અને 11.3mm ટ્વિનબૂસ્ટ સ્પીકર્સ સાથે નવાં ઈયરબડ્સ લૉન્ચ

Arati Parmar
2 Min Read

Samsung Galaxy Buds On: સેમસંગે પોતાનાં ઓપન-ઈયર વાયરલેસ ઑડિયો ડિવાઇસની શ્રેણીનો વિસ્તાર કરતાં સેમસંગ ગેલેક્સી બડ્સ ઑન લૉન્ચ કર્યાં છે. ગેલેક્સી બડ્સ ઑનમાં ક્લિપ-ઑન ફૉર્મ ફૅક્ટર ડિઝાઇન આપવામાં આવી છે. દરેક ઈયરબડનું વજન માત્ર 6.65 ગ્રામ છે, જેથી તેને લાંબા સમય સુધી સરળતાથી પહેરી શકાય છે. ઈયરબડ્સ ટૅપ-આધારિત ટચ કન્ટ્રોલને સપોર્ટ કરે છે. એક વખત ચાર્જ કર્યા પછી તેની બૅટરી 9.5 કલાક સુધી ચાલે છે અને ચાર્જિંગ કેસ સાથે 38 કલાક સુધી ચાલે છે.

સેમસંગ ગેલેક્સી બડ્સ ઑનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

- Advertisement -

સેમસંગ ગેલેક્સી બડ્સ ઑનમાં 11.3mm ટ્વિનબૂસ્ટ સ્પીકર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત ડિજિટલ x3 માઇક્રોફોન આપવામાં આવ્યા છે. આ બડ્સમાં 61mAhની બૅટરી અને ચાર્જિંગ કેસમાં 530mAhની બૅટરી આપવામાં આવી છે.

બૅટરી બૅકઅપની વાત કરીએ તો એક વખત ચાર્જ કરવા પર 9.5 કલાક સુધી મ્યુઝિક પ્લેબૅક અને 5.5 કલાક સુધી ટૉક ટાઇમ મળે છે. ચાર્જિંગ કેસ સાથે 38 કલાક સુધી મ્યુઝિક પ્લેબૅક અને 25 કલાક સુધી ટૉક ટાઇમ મળે છે. પાણીથી સુરક્ષા માટે IP54 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ઈયરફોન એન્ડ્રોઇડ 12 અથવા તેનાથી ઉપરનાં વર્ઝન સાથે સુસંગત છે. કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 6.2 આપવામાં આવ્યું છે, જે સરળ વાયરલેસ કનેક્શન પૂરું પાડે છે.

- Advertisement -

ગેલેક્સી બડ્સ ઑનમાં SSC (સેમસંગ સીમલેસ કોડેક), SSC UHQ (સેમસંગ પ્રોપ્રાઇટરી), AAC, SBC અને LC3 સપોર્ટ મળે છે. ઈયરબડ્સમાં ઍડવાન્સ્ડ ઑડિયો ડિસ્ટ્રિબ્યુશન પ્રોફાઇલ (A2DP), ઑડિયો/વિડિયો રિમોટ કન્ટ્રોલ પ્રોફાઇલ (AVRCP), હૅન્ડ્સ-ફ્રી પ્રોફાઇલ (HFP), પબ્લિક બ્રૉડકાસ્ટ પ્રોફાઇલ (PBP) અને ટેલિફોની ઍન્ડ મીડિયા ઑડિયો પ્રોફાઇલ (TMAP) આપવામાં આવી છે.

આ ઉપરાંત વૉઇસ પિકઅપ યુનિટ (VPU), ટચ, IR, ઍક્સેલરોમીટર, જાયરો અને હૉલ સેન્સર આપવામાં આવ્યાં છે.

- Advertisement -

પરિમાણોની વાત કરીએ તો ઈયરબડ્સની લંબાઈ 21.4mm, પહોળાઈ 24.2mm, જાડાઈ 27.1mm અને વજન 6.65 ગ્રામ છે. ચાર્જિંગ કેસની લંબાઈ 51mm, પહોળાઈ 51mm, જાડાઈ 28.3mm અને વજન 41 ગ્રામ છે.

Share This Article