Samsung One UI 9.0 માં નવી સિક્યોરિટી પોલિસી લાગુ, 13 ખોટા પ્રયાસ બાદ ફોન કાયમ માટે થશે લોક

Arati Parmar
3 Min Read

પાસવર્ડ ભૂલવો પડી શકે ભારે! Samsung One UI 9.0 માં 13 નિષ્ફળ પ્રયાસ બાદ કરવો પડશે ફેક્ટરી રીસેટ

Samsung One UI 9.0: Samsung One UI 9.0 પર ચાલતા ડિવાઇસ માટે લોકસ્ક્રીન સિક્યોરિટી પોલિસીને વધુ કડક બનાવી છે. હવે સેમસંગ યુઝર્સે વધુ સાવચેત રહેવું પડશે, કારણ કે જો તમે ફોન અથવા One UI 9.0 પર ચાલતા ડિવાઇસનો પાસવર્ડ ભૂલી જશો તો તમારે ડિવાઇસમાં રહેલા ડેટાથી પણ હાથ ધોવો પડી શકે છે. કંપનીએ અનલોક કરવાની કોશિશોની સંખ્યા ઓછી કરી છે અને નક્કી કરેલી સંખ્યા પછી પણ પ્રયાસ કરવામાં આવશે તો ફોન કાયમ માટે લોક થઈ જશે. ચાલો જાણીએ કંપનીની નવી સિક્યોરિટી પોલિસી વિશે.

- Advertisement -

Samsung One UI 9.0 માં સિક્યોરિટી વધુ કડક બની

Samsung One UI 9.0 માં સિક્યોરિટી વધુ કડક બનાવવામાં આવી છે. સેમસંગની બ્લોગ પોસ્ટમાં કંપનીએ નવી સિક્યોરિટી પોલિસીની માહિતી આપી છે. One UI 9.0 માં અનલોક કરવાની કોશિશ નિષ્ફળ જશે તો લોકઆઉટનો સમય સતત વધતો જશે. એટલે કે દરેક નિષ્ફળ પ્રયાસ બાદ કંપની થોડા મિનિટનો વધારાનો સમય આપશે, ત્યારબાદ જ તમે ફરી પ્રયાસ કરી શકશો. પરંતુ આ જ રીતે જો 13 વખત નિષ્ફળ પ્રયાસ થઈ જશે તો ડિવાઇસ હંમેશા માટે લોક થઈ જશે અને ત્યારબાદ ફોનને ફેક્ટરી રીસેટ કરવો ફરજિયાત બની જશે, નહીં તો ફોનનું લોક ખુલશે નહીં. જો વાત ફેક્ટરી રીસેટ સુધી પહોંચશે તો યુઝરને પોતાના ડેટાથી હાથ ધોવો પડશે. તેથી જરૂરી છે કે યુઝર પાસે પોતાના ડેટાનો બેકઅપ હોય.

- Advertisement -

ફોન અનલોક કરવા મળશે 13 તક

નવી સિક્યોરિટી સિસ્ટમ હેઠળ યુઝરને પોતાનો ડિવાઇસ અનલોક કરવા માટે કુલ 13 તક મળશે. પ્રથમ 5 પ્રયાસ બાદ ફોન 1 મિનિટ માટે લોક થઈ જશે. ત્યારબાદ દરેક નિષ્ફળ પ્રયાસ પર સમય વધતો જશે. 6 પ્રયાસ બાદ 5 મિનિટ, 7 પ્રયાસ બાદ 15 મિનિટ, 8 પ્રયાસ બાદ 30 મિનિટ, 9 પ્રયાસ બાદ 90 મિનિટ, 10 પ્રયાસ બાદ 4 કલાક, 11મા પ્રયાસ બાદ 12 કલાક, 12મા પ્રયાસ બાદ 24 કલાક અને અંતે 13મો પ્રયાસ પણ નિષ્ફળ જશે તો ફોન કાયમ માટે લોક થઈ જશે. ત્યારબાદ ફોન માત્ર સંપૂર્ણ ફેક્ટરી રીસેટ કર્યા પછી જ ખુલશે. આવું કરવાથી તમારા ડિવાઇસમાં રહેલો સ્થાનિક ડેટા સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે.

- Advertisement -

Samsung એ બનાવ્યો સ્માર્ટ કાઉન્ટિંગ મિકેનિઝમ

જોકે Samsung એ તેના માટે સ્માર્ટ કાઉન્ટિંગ મિકેનિઝમ તૈયાર કર્યો છે. એટલે કે જો યુઝર એક જ પિન અથવા એ જ ખોટો પિન કે પેટર્ન ફરીથી દાખલ કરશે તો તેને બે અલગ નિષ્ફળ પ્રયાસ તરીકે ગણવામાં આવશે નહીં. સમાન પિન ફરી દાખલ કરવામાં આવશે તો તેને માત્ર એક જ નિષ્ફળ પ્રયાસ માનવામાં આવશે. માત્ર અલગ-અલગ ખોટી એન્ટ્રીથી જ કાઉન્ટર આગળ વધશે. જ્યારે કોઈ યુઝર નક્કી કરેલી મર્યાદાની નજીક પહોંચશે ત્યારે કંપની બાકી રહેલા પ્રયાસોની સ્પષ્ટ ચેતવણી પણ બતાવશે. સેમસંગે સલાહ આપી છે કે આવી સ્થિતિમાં ડેટા ગુમાવવાથી બચવા માટે યુઝરે નિયમિત રીતે ક્લાઉડ અથવા સ્માર્ટ સ્વિચ બેકઅપ તૈયાર રાખવો જોઈએ.

Share This Article