Smart Plug Energy Saving: શું સ્માર્ટ પ્લગ વીજળી બચાવે છે? નિષ્ણાત અનુસાર, યોગ્ય રીતે ઉપયોગ કરવાથી વાર્ષિક ₹૫૦૦૦ સુધીની બચત શક્ય

Arati Parmar
3 Min Read

Smart Plug Energy Saving: આજકાલ દરેક વ્યક્તિ વીજળી બચાવવા માંગે છે. આ માટે લોકો અલગ-અલગ ઉપાયો કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે તમામ પ્રયાસો કરવા છતાં પણ વીજળી બચી શકતી નથી, જરૂરી ગેજેટ્સને તો ઓન રાખવા જ પડે છે, જેના કારણે વીજળી બચાવવી મુશ્કેલ થઈ જાય છે. વીજળી બચાવવા માટે બજારમાં સ્માર્ટ પ્લગ ખૂબ વેચાઈ રહ્યા છે. લોકો વિચારે છે કે આ લગાવવાથી બિલ આપોઆપ ઓછું થઈ જશે. પરંતુ શું ખરેખર આવું થાય છે કે આ માત્ર એક ભ્રમ છે? ચાલો, જાણીએ કે શું સ્માર્ટ પ્લગ વીજળી બચાવે છે, અને જો બચાવે તો કેવી રીતે?

ઇલેક્ટ્રિશિયને શું કહ્યું?

 

સેન્ટ્રલ આયોવામાં મિસ્ટર ઇલેક્ટ્રિક કંપનીના માલિક ઇલેક્ટ્રિશિયન બેન કોલો એ ‘ધ સ્પ્રુસ’ ને જણાવ્યું કે સ્માર્ટ પ્લગથી વીજળીનું બિલ ઓછું થઈ શકે છે, પરંતુ તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો.

  • જો તમે એવા સોકેટમાં સ્માર્ટ પ્લગ લગાવી રહ્યા છો જેનો ઉપયોગ વર્ષમાં બે-ચાર વાર જ થાય છે, તો કોઈ ખાસ ફાયદો નહીં થાય.

  • પરંતુ ટીવી, ચાર્જર, માઇક્રોવેવ જેવા રોજિંદા ઉપયોગ ના સામાનમાં લગાવો, તો ફર્ક સ્પષ્ટ દેખાય છે.

  • આ પ્લગ ‘ફૅન્ટમ એનર્જી’ એટલે કે ખાલી રહેલી વીજળીને રોકે છે. મતલબ જ્યારે તમારું ટીવી બંધ હોય છે, ત્યારે પણ તે થોડી-થોડી વીજળી ખેંચતું રહે છે. સ્માર્ટ પ્લગ તેને સંપૂર્ણપણે બંધ કરી દે છે.

સ્માર્ટ પ્લગમાં શું ફીચર્સ હોય છે?

 

  • આ પ્લગ Wi-Fi થી જોડાય છે. તમે તમારા ફોનથી અથવા એલેક્સા-ગૂગલ જેવા વૉઇસ આસિસ્ટન્ટ થી તેને કંટ્રોલ કરી શકો છો.

  • જો તમે ઘરે ન હોવ, તો પણ ફોનથી બંધ કરી શકો છો.

  • તમે સમય સેટ કરી શકો છો, જેમ કે રાત્રે ૧૧ વાગ્યા પછી ટીવી બંધ કરવું છે તો આ પ્લગ આપોઆપ બંધ કરી દે છે.

  • ઘણા પ્લગ તો એ પણ જણાવે છે કે કયા ઇલેક્ટ્રોનિક સામાને કેટલી વીજળી વાપરી. આનાથી તમને ખબર પડી જાય છે કે સૌથી વધુ વીજળી કોણ વાપરી રહ્યું છે.

એક વર્ષમાં કેટલી બચત થઈ શકે છે?

 

બેન કોલોના મતે, સામાન્ય ઘરમાં સ્માર્ટ પ્લગથી વર્ષભરમાં ₹૧૫૦૦ થી ₹૫૦૦૦ સુધીની બચત થઈ શકે છે (લગભગ ૨૦ થી ૬૦ ડૉલર). વધારે રૂમ અને વધારે સામાનવાળા ઘરમાં બચત વધુ થશે.

જોકે, આ ફર્ક એક-બે મહિનામાં નહીં દેખાય. લાંબા સમય સુધી સ્માર્ટ પ્લગનો ઉપયોગ કરશો, ત્યારે ખબર પડશે. વળી, જો સ્માર્ટ થર્મોસ્ટેટ (AC નું તાપમાન આપોઆપ કંટ્રોલ કરનાર ડિવાઇસ) લગાવો તો વર્ષમાં ₹૧૦-૧૨ હજાર સુધીની બચત થઈ શકે છે.

Share This Article