PM kisan 22nd installment update: PM કિસાન યોજના પર મોટું અપડેટ: ₹૬૦૦૦ ના ₹૧૨૦૦૦ થશે કે નહીં? સરકારે સંસદમાં આપી દીધો સ્પષ્ટ જવાબ

Arati Parmar
2 Min Read

PM kisan 22nd installment update: ૨૦૧૯માં ખેડૂતોના હિત માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન યોજનાના અત્યાર સુધીમાં ૨૧ હપ્તા આવી ચૂક્યા છે. આ હપ્તાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૪.૦૯ લાખ કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે. લોકો હવે આ યોજનાના ૨૨મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા મળે છે. આ રકમ ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોની બેંકમાં આપવામાં આવે છે. જોકે, વધુ આવક ધરાવતા ખેડૂતોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ તે જ લોકોને મળશે, જેમના પાસે ખેતીની જમીન છે અને તેમને આર્થિક રીતે મદદની જરૂર છે.

૨૦૨૪માં રકમ વધારવાનું સૂચન આપ્યું હતું

ડિસેમ્બર ૨૦૨૪માં સંસદની સમિતિ દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે આ રકમને ૧૨૦૦૦ કરી દેવામાં આવે. આ કારણે ઘણા લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ૨૨મો હપ્તો આવતા પહેલા આ રકમને ૬૦૦૦ થી વધારીને ૧૨૦૦૦ કરી દેવામાં આવશે?

- Advertisement -

રાજ્ય મંત્રી રામનાથ ઠાકુરે કર્યું ક્લિયર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી રામનાથ ઠાકુરે આના પર ઉઠી રહેલા સવાલોને ક્લિયર (સ્પષ્ટ) કરી દીધા છે. તેમણે કહ્યું કે અત્યારે સરકાર પાસે આ રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. અત્યારે આ રકમ ૬૦૦૦ રૂપિયા જ રહેશે.

ફાર્મર રજિસ્ટ્રેશનના સવાલોને કરો ક્લિયર

આ દરમિયાન ખેડૂતો વચ્ચે વધુ એક સવાલ છે કે શું લાભ લેવા માટે ફાર્મર આઈડીની જરૂર છે? હકીકતમાં, ફાર્મર આઈડી અત્યારે બધા માટે જરૂરી નથી. તે રાજ્યો જેમાં ફાર્મર રજિસ્ટ્રેશનનું કાર્ય ચાલુ થઈ ગયું છે, તે જ રાજ્યોમાં આની જરૂર છે. અત્યારે હાલમાં ૧૪ રાજ્યોમાં આ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. તે રાજ્યો જેમાં કામ ચાલુ થયું નથી, ત્યાં ફાર્મર આઈડી વગર પણ લાભ ઉઠાવી શકાય છે.

- Advertisement -

૨૨મો હપ્તો આવવાનો સમય

પાછલા હપ્તાઓ વચ્ચેના અંતરને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ૨૧મા હપ્તા પછી ૨૨મા હપ્તાને જાન્યુઆરી ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં સીધો ખેડૂતોની બેંકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો તમારે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી વિશે જાણવું હોય તો તેમની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલા અપડેટ પર નજર રાખવી. કોઈ પણ પ્રકારની અફવાઓથી બચવું.

Share This Article