China Nuclear Expansion: ડ્રેગનની ખતરનાક ચાલ: ચીન પહાડોની અંદર છુપાઈને બનાવી રહ્યું છે પરમાણુ હથિયારો? સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો!

Arati Parmar
2 Min Read

China Nuclear Expansion:  અમેરિકાએ અનેકવાર એવો દાવો કર્યો છે કે ચીને ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કર્યું છે. જોકે ચીને આવા દાવાઓને નકારી કાઢ્યા છે અને અમેરિકાના આરોપને પાયાવિહોણા અને સદંતર જૂઠ ગણાવ્યા છે, પરંતુ આ તમામ આરોપ-પ્રત્યારોપ વચ્ચે ડ્રેગનની ગુપ્ત ચાલનો ખુલાસો થઈ ગયો છે.

ચીનની નવી ચાલનો સેટેલાઇટ તસવીરોથી ખુલાસો
ચીન તેના પરમાણુ હથિયાર કાર્યક્રમને ઝડપથી વધારી રહ્યું છે. બીજિંગ દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં પહાડોની અંદર ગુપ્ત રીતે પરમાણુ હથિયારો સાથે જોડાયેલી સુવિધાઓનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે રવિવારે અહેવાલ આપ્યો હતો કે 2022 અને 2026 વચ્ચે લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોના ભૌગોલિક (Geospatial) વિશ્લેષણથી દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં ગુપ્ત પરમાણુ હથિયાર સુવિધાઓના નોંધપાત્ર વિસ્તરણની જાણ થઈ છે.

- Advertisement -

ખીણમાં નવા બનેલા બંકર અને દિવાલો દેખાઈ
જીઓસ્પેશિયલ ઈન્ટેલિજન્સ નિષ્ણાત રેની બાબિયાર્ઝ દ્વારા શેર કરવામાં આવેલા તારણો સૂચવે છે કે 2019 થી ચીનના પરમાણુ નિર્માણમાં તેજી આવી છે, જે દેશની વ્યૂહાત્મક ક્ષમતાઓમાં એક મહત્વપૂર્ણ વળાંક છે. સિચુઆનમાં ‘જિટોંગ’ નામની સાઇટ પરની તસવીરો ખીણમાં નવા બનેલા બંકરો અને દિવાલો દર્શાવે છે. તે જગ્યા પર એક નવા બનેલા કોમ્પ્લેક્સમાં મોટું પાઇપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેના વિશે વિશ્લેષકોનું કહેવું છે કે તે એવી સુવિધાઓ સાથે મેળ ખાય છે જે જોખમી પદાર્થો (Hazardous Material) ને હેન્ડલ કરે છે.

વિશ્લેષણમાં જણાવવામાં આવેલા નિષ્ણાતોનો અંદાજ છે કે બંકરોનો ઉપયોગ કદાચ ઉચ્ચ-વિસ્ફોટક પરીક્ષણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ એક પ્રક્રિયા છે જેનો ઉપયોગ કેમિકલ ડિટોનેટરને રિફાઇન કરવા માટે કરવામાં આવે છે, જે વોરહેડમાં પરમાણુ સામગ્રીને સંકુચિત (Compress) કરે છે.

- Advertisement -
Share This Article