Elon Musk: એલન મસ્કે જાતિવાદના આરોપો ફગાવ્યા, કહ્યું- “હું Racist નથી”, ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી પુત્રનું નામ રાખ્યું

Arati Parmar
3 Min Read

Elon Musk: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને સ્પેસએક્સના CEO એલન મસ્કે પોતાના પર લાગતા જાતિવાદના આરોપો અંગે ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “હું Racist નથી.” એલન મસ્ક પોતાની સોશિયલ મીડિયા પોસ્ટોને લઈને સતત ટીકાકારોના નિશાને રહ્યા છે, જેમાં વારંવાર જાતિ, શ્વેત ઓળખ અને ઇમિગ્રેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે તેમની પોસ્ટોએ જાતિ સંબંધિત મુદ્દાઓની મર્યાદાઓ પાર કરી દીધી છે અને તેઓ એવી ભાષાને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે White Supremacist વિચારધારા સાથે જોડાયેલી રહી છે.

મસ્કે કહ્યું હું Racist નથી

- Advertisement -

મસ્કે ઇમિગ્રેશન, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને પોતાની કંપનીની કાર્યસંસ્કૃતિ અંગેના પોતાના જાહેર વલણનો બચાવ કર્યો. જ્યારે ઝેનીએ મસ્કને પૂછ્યું કે શું તેઓ Racist છે, ત્યારે તેમણે આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેમના પરિવારની પૃષ્ઠભૂમિ અને તેમની કંપનીમાં કર્મચારીઓની ભરતી એ વાતનો પુરાવો છે.

ભારતીય Physicist ના નામ પર પુત્રનું નામ

- Advertisement -

મસ્કે પોતાના બચાવમાં દલીલ કરી કે તેમની પાર્ટનર અડધી ભારતીય છે. તેમના ચાર બાળકો છે, જેમાંથી એકનું નામ પ્રખ્યાત ભારતીય ભૌતિકશાસ્ત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે તેમની વિવિધ કંપનીઓમાં અલગ-અલગ જાતિના Senior Executive કાર્ય કરે છે, જે દર્શાવે છે કે તેઓ Racist નથી.

Anti-Muslim પ્રશ્ન પર આપ્યો આ જવાબ?

- Advertisement -

જોકે, આ જ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે મસ્કને પૂછવામાં આવ્યું કે શું તમે Anti-Muslim છો? ત્યારે તેમણે સીધો ઇનકાર કરવાની જગ્યાએ અલગ પ્રકારનો જવાબ આપ્યો. સ્પેસએક્સના CEOએ કહ્યું કે જુદા લોકો જો કોઈ દેશમાં જુદી વિચારસરણી સાથે આવે છે, તો હું તેના વિરોધમાં છું. મસ્કે કહ્યું કે તેઓ Rape અને Murderના વિરોધમાં છે. તેઓ એવા નિયમો અને કાયદાઓના વિરોધમાં છે, જે પશ્ચિમમાં સ્વીકારવામાં આવતા મૂલ્યોના વિરુદ્ધ હોય.

એલન મસ્કે આ વર્ષની શરૂઆતમાં પોતાના બાળકોના નામ પાછળની કહાની પણ જણાવી હતી. Tesla Owners Silicon Valley ના X Account પર કરવામાં આવેલી એક પોસ્ટના જવાબમાં મસ્કે જણાવ્યું હતું કે તેમના પુત્ર Strider Shekhar ના નામ પાછળ બે પ્રેરણાઓ હતી. તેમણે કહ્યું કે Strider નામ JRR Tolkien ની પુસ્તક The Lord of the Rings માં Aragorn ના ઉપનામ પરથી લેવામાં આવ્યું છે. જ્યારે Shekhar નામ ભારતીય-અમેરિકન Astrophysicist સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરના સન્માનમાં રાખવામાં આવ્યું છે. એસ. ચંદ્રશેખરને વર્ષ 1983માં Physics માટે Nobel Prize મળ્યો હતો.

Share This Article