લોહિયાળ યુદ્ધના પાંચમા દિવસે બુધવારે બંને તરફથી જારી હુમલાઓમાં અત્યાર સુધી

newzcafe
3 Min Read

ઇઝરાયલનો જોરદાર બોમ્બથી હુમલો


ઇઝરાયલનો જોરદાર બોમ્બથી હુમલો


તેલઅવીવ, તા. 11 : લોહિયાળ યુદ્ધના પાંચમા દિવસે બુધવારે બંને તરફથી જારી હુમલાઓમાં અત્યાર સુધી 2150થી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં?છે. ગાઝાના મોટાભાગ પર કબજો કરી ચૂકેલાં ઇઝરાયલે આજે વધારે આક્રમક મિજાજ બતાવતાં ગાઝા ક્ષેત્રના અલ-કરામા શહેર પર પ્રતિબંધિત ફોસ્ફરસ બોમ્બથી હુમલો કર્યો હોવાનો પેલેસ્ટાઇને આરોપ મૂક્યો છે. આ બોમ્બ જ્યાં પડે તે વિસ્તારમાં ઓક્સિજનનું પ્રમાણ સાવ?ઘટી જતાં જીવવું મુશ્કેલ બની જાય છે. ગાઝા પટ્ટી સ્થિત ઇસ્લામિક યુનિવર્સિટી પર હુમલો કરીને ધ્વસ્ત કરી નાખતાં ઇઝરાયલના વાયુદળે કહ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં જ હમાસના આતંકીઓ માટે હથિયાર બનાવાતાં હતાં અને તાલીમ અપાતી હતી. સમગ્ર રાજ્યમાં વીજળી ઠપ થતાં અંધારપટ છવાયો છે. હુમલામાં સંયુકત રાષ્ટ્રના નવ કર્મચારીઓ પણ જીવ ખોયો છે. ઇઝરાયલમાં  હમાસ વિરુદ્ધ વોર કેબિનેટ?એટલે કે યુનિટી સરકાર પહેલીવાર રચાઇ ચૂકી છે. ભારતીય દૂતાવાસે ભારતીય લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા હતા. હમાસના હુમલા બાદ ઈઝરાયલના પલટવારમાં બુધવારે છેલ્લી સ્થિતિએ ગાઝામાં 1000થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને પ000થી વધુ ઈજાગ્રસ્ત છે. સામે પક્ષે હમાસના હુમલામાં ઈઝરાયલના 1પ6 સૈનિક સહિત 1000 જેટલા નાગરિકોનાં મૃત્યુ થયાં છે. અપહ્યત ઈઝરાયલીઓની સંખ્યા સ્પષ્ટ નથી. હમાસના રોકેટ હુમલા વચ્ચે ઈઝરાયલે છેલ્લાં પાંચ દિવસમાં હમાસને નિશાન બનાવી ર400 સ્થળે હુમલા કર્યા છે. ગાઝા ખાતે ઇસ્લામિક યુનિવર્સિટીની ઈમારતને હવાઈ હુમલામાં તોડી પાડી છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો કે અહીં હમાસના આતંકીઓને તાલીમ અપાતી હતી. ઉપરાંત સમગ્ર ગાઝા પટ્ટીને સૈન્ય ક્ષેત્ર જાહેર કરી ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. ગાઝામાં પાવરપ્લાન્ટ ઠપ થતાં સર્વત્ર અંધારપટ છવાયો છે. ગાઝાની વસતી ર3 લાખની છે જેમાંથી મોટાભાગના લોકો વિસ્થાપિત થયા છે. પ000 જેટલી ઈમારતો નષ્ટ થઈ છે. ઈઝરાયલના હુમલાનો ભોગ બનેલાઓમાં મહિલાઓ અને બાળકો બહોળા પ્રમાણમાં છે. ઈઝરાયલી એરફોર્સના હવાઈ હુમલા સતત ચાલુ છે. ગાઝામાં ખોરાક, પાણી, ઈંધણ સહિત જીવન જરૂરિયાતના તમામ સપ્લાય રોકી દેવામાં આવ્યા છે.  સ્વાસ્થ્ય સેવાઓ અને એમ્બ્યુલન્સો અસરગ્રસ્ત બની છે. ઈઝરાયલી દળો ગાઝામાં ઘૂસી ગયા છે અને હમાસના આતંકીઓને વીણી -વીણીને ઠાર મારી રહ્યા છે. ગાઝા નજીક ઈઝરાયલી ગામડાંઓમાં હમાસના આતંકીઓએ કરેલા સંહાર બાદ મૃતદેહો સતત મળી રહ્યા છે. ઈઝરાયલે હમાસને ફરી એકવાર લલકારતાં રિઝર્વ સૈનિકોને બોલાવી 3 લાખ જેટલા સૈનિકો મોરચે ઉતારી દીધા છે. લેબનાન તરફથી હુમલો ખાળવા ઈઝરાયલે પોતાની સરહદે એન્ટિ ટેન્ક મિસાઇલો અને ટેન્કો તૈનાત કરી છે. મંગળવારે દક્ષિણ લેબનાનથી ઈઝરાયલ પર રોકેટથી હુમલો કરાયો હતો. હમાસે ગાઝામાં સોલાર પેનલો નીચે છૂપાવીને એડવાન્સ ડિટેક્શન સિસ્ટમ લગાવી હતી જે ઈઝરાયલના હવાઈ હુમલામાં નષ્ટ થઈ છે. 

Share This Article