ખાલિસ્તાની આતંકી અને ગુરપતવંત સિંહ પન્નુ છેલ્લા ત્રણ વર્ષથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સીધા સંપર્કમાં

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 16 : ભારત વિરોધી ગતિવિધિઓના પગલે જેના પર પ્રતિબંધ લગાવાયો છે, તે ખાલિસ્તાની આતંકી અને ગુરપતવંત સિંહ પન્નુ છેલ્લા ત્રણ વર્ષથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સીધા સંપર્કમાં હોવાનો દાવો ખુદ પન્નુએ કર્યો હતો.

તે સાથે તેણે ભારત વિરોધી અનેક દસ્તાવેજો પણ કેનેડાને આપ્યા હતા, જેના આધારે ટ્રુડોએ કાર્યવાહી કરી હોવાનું કહ્યું હતું. પન્નુના દાવા બાદ નિજ્જર હત્યા સંલગ્ન માત્ર ગોપનીય જાણકારીઓ જ આપી હતી, કોઈ પુરાવા નહોતા આપ્યા તેવી કબૂલાત ટ્રુડોએ કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, ભારત-કેનેડાના તણાવભર્યા સંબંધો વચ્ચે પન્નુએ જણાવ્યું હતું કે, તે છેલ્લા બે-ત્રણ વર્ષથી કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના સીધા સંપર્કમાં છે.

- Advertisement -

તેણે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય ઉચ્ચાયુકત સંજય વર્મા અને અન્ય અધિકારીઓએ હરદીપસિંહ નિજ્જરની જાસૂસી કરી તેની હત્યા કરી હતી, જેને ભારતે તમામ પ્રકારની સહાય કરી હતી તેમ પન્નુએ કહ્યું હતું. પન્નુના દાવાના તરત બાદ જ ટ્રુડોએ મોટો ખુલાસો કરી નિજ્જરની હત્યા મામલે ભારતને માત્ર ગોપનીય વિગતો જ અપાઈ હતી, કોઈ પુરાવા અપાયા નહોવાની કબૂલાત કરી હતી. નોંધોનીય છે કે, ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે જારી કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, કેનેડા સરકારે ભારત પર લગાવેલા આરોપોના કોઈ પુરાવા આપ્યા નથી. ભારતે આરોપ લગાવ્યો હતો કે, ટ્રુડો રાજકીય લાભ લેવા વોટબેંકનું રાજકારણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિન ટ્રુડોએ હરદીપસિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

Share This Article