લો સાંભળો પાકિસ્તાનીઓ ખાલી ત્રાસવાદી જ નથી પરંતુ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પણ છે, દુનિયાભરની જેલોમાં બંધ છે

Reena Brahmbhatt
3 Min Read

Pakistan :હાલમાં જ પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે વિદેશ મંત્રાલયે આ રિપોર્ટ પાકિસ્તાનની સંસદમાં રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુલ 20 હજાર પાકિસ્તાની નાગરિકો અન્ય દેશોની જેલોમાં કેદ છે. તેમાંથી સૌથી વધુ પાકિસ્તાની સાઉદી અરેબિયામાં પકડાયા છે, જ્યાં 10,300 પાકિસ્તાની જેલના સળિયા પાછળ છે. આરબ દેશ યુએઈની જેલમાં 5,292 પાકિસ્તાની કેદ છે. અને આવા 68 પાકિસ્તાની પણ છે જેમને અલગ-અલગ દેશોમાં મોતની સજા આપવામાં આવી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે આ પાકિસ્તાનીઓની મુક્તિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ એક જ દેશના આટલા નાગરિકોને અન્ય દેશોમાં કેમ કેદ કરવામાં આવે છે? આખરે, પાકિસ્તાનીઓ વિદેશ ગયા પછી શું કરે છે કે તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે? આગળ જાણો પાકિસ્તાનીઓને આંતરરાષ્ટ્રીય ગુનેગાર કહેવાની સંપૂર્ણ વાસ્તવિકતા.

- Advertisement -

અત્યાર સુધી દુનિયા માત્ર એટલું જ જાણતી હતી કે પાકિસ્તાની અન્ય દેશોમાં જાય છે, ભીખ માંગે છે અને પછી પકડીને પાકિસ્તાન પરત મોકલવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે ભીખ માંગવી એ બહુ નાની બાબત છે. પાકિસ્તાનીઓ આંતરરાષ્ટ્રીય ગુનેગાર બની ગયા છે.

વિદેશ મંત્રાલયના રિપોર્ટમાં પાકિસ્તાનીઓની ધરપકડનું સૌથી મોટું કારણ વિઝા નિયમોનું ઉલ્લંઘન જણાવવામાં આવ્યું છે. બીજા સ્થાને ડ્રગ્સનો વેપાર છે, જેના કારણે પાકિસ્તાનીઓ મુશ્કેલીમાં છે. ત્રીજા નંબરે હુમલા અને હિંસાની ઘટનાઓ છે અને ચોથા નંબરે છેતરપિંડી છે.

- Advertisement -

રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાની મૂળના લોકો પણ અન્ય દેશોમાં નકલી કરન્સી અને સોનું બનાવવાના ગુનામાં સામેલ થયા છે. ગયા મહિને જ બ્રિટનમાં એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાની મૂળના લોકો સંગઠિત રીતે ગ્રુમિંગ ગેંગ ચલાવતા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે આ પાકિસ્તાનીઓ બ્રિટિશ સગીર છોકરીઓને ફસાવતા હતા. ત્યારબાદ તેઓ તેમનું શારીરિક શોષણ કરતા હતા અને વાંધાજનક વીડિયો બનાવીને યુવતીઓને બ્લેકમેલ કરતા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પાકિસ્તાનીઓ દ્વારા હજારો બ્રિટિશ છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ અહેવાલ સામે આવ્યા બાદ બ્રિટનમાં પાકિસ્તાની મૂળના લોકો વિરુદ્ધ બહિષ્કાર અભિયાન ચાલી રહ્યું છે.

- Advertisement -

દુનિયા પાકિસ્તાનને ભિખારી કહેતી હતી. પાકિસ્તાનીઓએ કોઈક રીતે આ અપમાન સહન કર્યું, પરંતુ સગીર છોકરીઓનું શોષણ, છેતરપિંડી અને કૌભાંડો જેવા ગુનાઓમાં હજારો પાકિસ્તાનીઓની સંડોવણી… આ બધું સાંભળીને, સામાન્ય પાકિસ્તાનીઓ અપમાનિત અનુભવે છે.

આતંકવાદ દ્વારા પાકિસ્તાને અફઘાનિસ્તાન જેવા દેશને બરબાદ કર્યો છે અને હવે પાકિસ્તાનીઓ અન્ય દેશોના સમાજ અને સુરક્ષા પર હુમલો કરી રહ્યા છે, જેના પરિણામ પાકિસ્તાનને ભોગવવા પડી રહ્યા છે

Share This Article