PoK Protest: PoKમાં ફરી ઘેરાયું સંકટ, અવામી એક્શન કમિટીનો મોટો નિર્ણય, પાકિસ્તાનને કડક ચેતવણી

Arati Parmar
2 Min Read

PoK Protest: PoKમાં ફરી આંદોલનની તૈયારી, JKAACનો મોટો નિર્ણય, પાકિસ્તાન સામે નહીં કરે સમજૂતી

PoK Protest: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની આગેવાની કરી રહેલી જમ્મુ કાશ્મીર જૉઇન્ટ અવામી એક્શન કમિટી (JKAAC)એ મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે તે પાકિસ્તાન વિરુદ્ધ નવા સિરેથી આંદોલન શરૂ કરવા માટે જિલ્લા સ્તરની કમિટીઓ બનાવવા અને આંદોલન સાથે જોડાયેલા સભ્યોને એકજૂથ કરવા માટે મોટું અભિયાન ચલાવવાની છે. કમિટીએ કહ્યું કે તે પાકિસ્તાન સાથે કોઈપણ કિંમતે સમજૂતી નહીં કરે અને આંદોલન પણ બંધ નહીં થાય.

ઉમર નઝીર કાશ્મીરીએ શું કહ્યું

PoKમાં સમર્થકોને સંબોધિત કરતાં JKAACના નેતા ઉમર નઝીર કાશ્મીરીએ કહ્યું કે કમિટીએ 27 જુલાઈએ એક ‘લૉન્ગ માર્ચ’ બાદ એક મહિના સુધી શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કર્યું હતું, જેના પર પાકિસ્તાની પોલીસ અને સેનાએ ગોળીબાર કર્યો હતો. તેમણે સેંકડો પ્રદર્શનકારીઓ માર્યા ગયાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ આંદોલન કર્યું, પરંતુ તેના પર ગોળીબાર કરવામાં આવ્યો. સામાન્ય અને નિશસ્ત્ર લોકોને મારવામાં આવ્યા.

- Advertisement -

નઝીર બોલ્યા- અમે શાંતિપૂર્ણ આંદોલન ચલાવ્યું

કાશ્મીરીએ કહ્યું, “27 જુલાઈએ અમે એક લૉન્ગ માર્ચ કાઢ્યો. અમારા પર ગોળીબાર કરવામાં આવ્યો.” તેમણે કહ્યું કે ત્યારબાદ પ્રદર્શનકારીઓ શહીદ ઉમર ફારૂક ચોક પર રોકાયા અને જ્યાં લોકો એકત્ર થયા હતા તે સ્થળોએ ધરણા આપ્યા. કાશ્મીરીએ કહ્યું કે પ્રદર્શનકારીઓ પર વધુ હુમલા છતાં કમિટીએ પોતાનો વિરોધ શાંતિપૂર્ણ રીતે વધુ એક મહિના સુધી ચાલુ રાખ્યો. તેમણે કહ્યું, “વધુ એક મહિના સુધી અમે ધીરજ રાખી, અડગ રહ્યા, ધૈર્ય જાળવ્યું અને શાંતિ જાળવી.” તેમણે કહ્યું કે કથિત હુમલાઓ છતાં પ્રદર્શનકારીઓએ પોતાની રીત બદલી નહીં.

JKAACના આગામી પગલાની જાહેરાત

કાશ્મીરીએ કહ્યું કે ધરણું અનિશ્ચિત સમય સુધી ચાલશે નહીં અને કમિટી ટૂંક સમયમાં પોતાની આગામી કાર્યવાહી જાહેર કરશે. તેમણે કહ્યું, “ખૂબ જલ્દી અમે અમારી આગામી કાર્યવાહી જાહેર કરીશું.” પાકિસ્તાની નેતાઓ અને અધિકારીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું, “તમે ધરણું સમાપ્ત કરવાની વાત કરો છો, પરંતુ અમે આગળ વધીશું. અમે એક નિર્ણાયક માર્ગ તરફ આગળ વધીશું.” કાશ્મીરીએ કહ્યું કે કમિટી જિલ્લા અવામી એક્શન કમિટીઓ, આંદોલન સાથે જોડાયેલા સામાન્ય લોકો અને કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ પોતાની આગામી રણનીતિને અંતિમ સ્વરૂપ આપશે.

- Advertisement -
Share This Article