બાંગલાદેશમાં અનામત રદ્દ કરતી સુપ્રીમ કોર્ટ

Reena Brahmbhatt
1 Min Read

ઢાકા, તા. 21 : છેલ્લા કેટલાક દિવસથી 133 જેટલી માનવ જિંદગીનો ભોગ લેનારા હિંસક વિરોધ દેખાવો બાદ બાંગલાદેશની સુપ્રીમ કોર્ટે રવિવારે સરકારી નોકરીઓમાં 56 ટકા અનામતનો આદેશ પાછો ખેંચી લીધો હતો. સર્વોચ્ચ અદાલતે વિવાદી ક્વોટા સિસ્ટમમાં મોટો બદલાવ કરતાં હવેથી દેશમાં માત્ર સાત ટકા પદ પર અનામત રહેશે. મતલબ કે, સરકારની 93 ટકા નોકરીઓ પર મેરિટના આધારે ભરતી કરાશે.

Bangladesh protest andolan

- Advertisement -

સુપ્રીમે 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો, અન્ય શ્રેણીઓ માટે માત્ર સાત ટકા નોકરીઓ અનામત રાખવા આદેશ આપ્યો હતો. નવા અદાલતી આદેશ બાદ સરકારી નોકરીઓમાં અનામત 56 ટકાથી ઘટાડીને માત્ર સાત ટકા કરી દેવાશે. સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે પાંચ ટકા અને બાકીના બે ટકા અનામત સ્થાનિક લઘુમતી, દિવ્યાંગ માટે અપાશે.

ખાસ કરીને સ્વાતંત્ર્ય સેનાની વંશજોને, 30 ટકા અનામતની સરકારની જોગવાઇના વિરોધમાં વિદ્યાર્થી સમુદાયે આંદોલન છેડયું હતું. બાંગલાદેશની હસીના સરકારે ગત શુક્રવારે મોડી રાત્રે કર્ફ્યુ લાદી દેતાં આખો દેશ ઘરમાં બંધ થઇ ગયો હતો. સેનાને પ્રદર્શનકારીઓને દેખો ત્યાં ઠાર કરી દેવાનો આદેશ અપાયો હતો.

- Advertisement -
Share This Article