Bengal Election Winning Factors: પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજય પાછળ મોદી-શાહની વ્યૂહરચના, સુનીલ બંસલનું સંગઠન કૌશલ્ય અને સુવેન્દુ અધિકારીના આક્રમક પ્રચારની સંપૂર્ણ વિગત

Arati Parmar
4 Min Read
Bengal Election Winning Factors

Bengal Election Winning Factors: કોઈ પણ ચૂંટણીમાં જીત માત્ર ઉમેદવારના દમ પર નથી મળતી. તેની પાછળ એક આખી મશીનરી કામ કરે છે. ઉમેદવાર પસંદગીથી લઈને વ્યૂહરચના બનાવવી, મુદ્દાઓને ધાર આપવી, વચનોને ઘરે-ઘરે પહોંચાડવા અને વિરોધીઓને ઘેરવા. આ જ ટીમ કોઈ પણ પક્ષની અસલી ‘વિનિંગ ટીમ’ હોય છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીની જીત પણ આવા જ સંગઠિત અને લાંબા અભિયાનનું પરિણામ છે.

મોદી-શાહની જોડી: વ્યૂહરચના-નેરેટિવ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ, બીજેપીની રાજનીતિમાં આ જોડી કેન્દ્રીય ભૂમિકામાં છે. પશ્ચિમ બંગાળને લઈને ૨૦૧૪ પછીથી જ ખાસ વ્યૂહરચના પર કામ શરૂ થઈ ગયું હતું. હેતુ એવા રાજ્યોમાં વિસ્તાર કરવાનો હતો, જ્યાં પાર્ટી નબળી રહી છે. અમિત શાહે ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષા, ગેરકાયદે ઘૂસણખોરી અને બદલાતી ડેમોગ્રાફી જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું. દરેક એક બેઠક પર નજર રાખી અને દરેક સમીકરણો પર બૂથ સ્તર સુધી વાત કરી. ઘણા મહિનાઓથી સતત કેટલાક દિવસ બંગાળમાં વિતાવ્યા, સાથે જ સતત ૧૫ દિવસ સુધી કેમ્પેઈન કરીને બીજેપીનું નેરેટિવ મજબૂત કર્યું. આ નેરેટિવ બનાવવામાં શાહની સૌથી મોટી ભૂમિકા રહી કે લોકો ડર્યા વગર વોટ આપી શકે છે.

સુનીલ બંસલ: સંગઠનના ‘આર્કિટેક્ટ’

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલને સંગઠન ઊભું કરવામાં માહિર માનવામાં આવે છે. તેમણે ૨૦૧૭માં અને ફરી ૨૦૨૨માં યુપીમાં પોતાની સ્કિલ બતાવી. બૂથ સ્તર પર સતત કામ કર્યું અને ઘણા મહિનાઓથી બંગાળમાં જ ધામા નાખ્યા હતા. જ્યાં પહેલા બીજેપીની બૂથ સ્તર પર હાજરી નહોતી ત્યાં બૂથ સ્તર પર સંગઠન તૈયાર કર્યું. આશરે ૭૦-૭૫ ટકા બૂથો પર બીજેપીની ટીમ તૈયાર કરી. દરેક નાના ફેક્ટરને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવવામાં ફીડબેક આપ્યો, જેનું પરિણામ સામે છે.

- Advertisement -

ભૂપેન્દ્ર યાદવ–બિપ્લબ દેવ: મેનેજમેન્ટની મજબૂત કડી

ભૂપેન્દ્ર યાદવને અહીં ચૂંટણી પ્રભારી અને બિપ્લબ દેવને સહ-પ્રભારીની જવાબદારી આપવામાં આવી, જે તેમણે ખૂબ જ સારી રીતે નિભાવી પણ ખરી. તેમણે બિહાર અને મહારાષ્ટ્રના અનુભવથી અહીં બૂથ સ્તર પર કામ કર્યું. કેડર અને બૂથ મેનેજમેન્ટ વગર સમર્થનને વોટમાં ફેરવવું મુશ્કેલ હોય છે અને આ કામ આ જોડીએ ખૂબ જ સારી રીતે કર્યું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્ય એકમ વચ્ચે તાલમેલ જાળવી રાખ્યો. પાર્ટીના પરંપરાગત સંગઠન ઉપરાંત સામાજિક અને પ્રાદેશિક નેટવર્ક સાથે સંપર્ક મજબૂત કરવા પર કામ કર્યું.

સુવેન્દુ અધિકારી અને સામિક ભટ્ટાચાર્ય: જમીની ચહેરા

સુવેન્દુ અધિકારી અને સામિક ભટ્ટાચાર્ય બંનેએ બીજેપી બહારની પાર્ટી હોવાના ટીએમસીના આરોપોનો જોરદાર જવાબ આપ્યો. ક્યારેક ટીએમસીમાં રહેલા સુવેન્દુ અધિકારીએ ટીએમસીનો મુકાબલો એ જ સ્ટાઈલમાં કર્યો અને તેમણે પોતાની જાતને એક મજબૂત નેતા તરીકે રજૂ કરી. ગત ચૂંટણીમાં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા પછી તેઓ મમતાના વિકલ્પ તરીકે જોવામાં આવવા લાગ્યા. તેમના આક્રમક ચૂંટણી પ્રચારે બીજેપી કેડર્સને તાકાત આપી. બીજેપી પ્રદેશ પ્રમુખ સામિક ભટ્ટાચાર્ય સંઘ સાથે જોડાયેલા છે અને બીજેપીની વિચારધારાને આગળ વધારવા અને સંઘની સ્ટાઈલમાં કામ કરવા માટે જાણીતા છે. જ્યાં સુવેન્દુએ ટીએમસી સામે આક્રમક રીતે મોરચો લીધો ત્યાં સામિકે બીજેપીના વચનો અને ઈરાદાઓને આગળ વધાર્યા.

- Advertisement -

અમિત માલવીય: નેરેટિવની ડિજિટલ જંગ

બીજેપી આઈટી સેલના હેડ અમિત માલવીયએ એસઆઈઆરથી લઈને મહિલા સુરક્ષા સુધીનું નેરેટિવ સોશિયલ મીડિયામાં બનાવ્યું. ટીએમસીના દરેક આરોપનો જવાબ આપવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં લોકોને ઈન્ગેજ કરીને બીજેપીના વચનોને ઘરે ઘરે સુધી પહોંચાડ્યા.

આ પણ વાંચો: India-Pakistan Maritime Rescue: ભારતીય જહાજે લગાવી મદદની પોકાર તો પાકિસ્તાની નેવી આવી સામે, અરબ સાગરમાં પહોંચાડી ઇમરજન્સી સહાય – Newz Cafe

- Advertisement -
Share This Article