શું રેખા તેની સેક્રેટરી સાથે લિવ-ઈન માં રહે છે ? બન્ને વચ્ચે છે પતિ-પત્ની જેવા સંબંધો ?

Reena Brahmbhatt
2 Min Read

Rekha Personal life secret : એવરગ્રીન બ્યુટી રેખા તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને માટે ઘણી ચર્ચામાં રહી છે. રેખાના સિંદૂર અને એથનિક લુકની ઘણી ચર્ચા રહે છે. તેની લવ લાઈફ પણ ઘણી હેડલાઈન્સ બનાવી છે. અમિતાભ બચ્ચન અને વિનોદ મહેરા સાથે અભિનેત્રીના લિંકઅપના સમાચાર ખૂબ ચર્ચામાં હતા.

rekha secretary

- Advertisement -

રેખાએ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા

આ સિવાય રેખાએ 1990માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, થોડા સમય બાદ મુકેશનું મોત થયું હતું. રેખાના તેની અંગત સચિવ ફરઝાના સાથેના સંબંધોને લઈને ઘણી અફવાઓ હતી. તમને જણાવી દઈએ કે ફરઝાના વર્ષોથી રેખા સાથે છે.

- Advertisement -

ભાભીએ આ દાવો કર્યો હતો

યાસિર ઉસ્માને રેખાની બાયોગ્રાફી રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી લખી હતી. આ પુસ્તક 2016માં પ્રકાશિત થયું હતું. જેમાં તેણે રેખાના તેની સેક્રેટરી ફરઝાના સાથે લિવ-ઈન રિલેશનશિપ અંગે દાવો કર્યો હતો. રેખાની ભાભીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમનો દાવો હતો- ‘રેખા અને ફરઝાના વચ્ચે કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. મિત્ર હોય કે બહેન હોય એ અલગ વાત છે, પણ બંનેનું વર્તન એવું નહોતું.

- Advertisement -

સેક્રેટરી સાથે લિવ-ઈન રિલેશનશિપના સમાચાર ખોટા છે’

જો કે, પછી જીવનચરિત્રના લેખકે આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું હતું કે – ‘મારા પુસ્તક રેખા-ધ અનટોલ્ડ સ્ટોરીનો ઉલ્લેખ કરીને, રેખાના તેની સેક્રેટરી સાથે લિવ-ઇન રિલેશનશિપ હોવાનો દાવો કરતી રિપોર્ટ્સ નકલી, બનાવટી અને ખોટી છે. જે સનસનાટી ફેલાવવાના આશયથી લખવામાં આવી છે. મીડિયામાં જે કંઈ લખવામાં આવ્યું છે તે મારા પુસ્તકમાં લખાયું નથી. મારા પુસ્તકમાં લિવ-ઈન રિલેશનશિપ કે કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધનો ઉલ્લેખ નથી.

આ અફવાઓ પર રેખાએ કહ્યું હતું – ‘અમારા વિશે જે પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તે ખરાબ વિચારની ઉપજ છે.’

Share This Article