નવી દિલ્હી, ૩૧ જાન્યુઆરી: ભારત અને અમેરિકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની વહેલી મુલાકાત પર કામ કરી રહ્યા છે, એમ વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.
મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 27 જાન્યુઆરીએ ટેલિફોન પર વાત કરી હતી. ગયા અઠવાડિયે ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી આ તેમની પહેલી ફોન વાતચીત હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બંને પક્ષો ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વડા પ્રધાન મોદીની અમેરિકાની વહેલી મુલાકાત પર કામ કરી રહ્યા છે.”
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતની તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

