Tamil Nadu CM Vijay: તમિલનાડુમાં આજથી TVK સરકાર, CM વિજય સાથે 9 ધારાસભ્યો પણ લેશે મંત્રી પદના શપથ, લિસ્ટ આવ્યું સામે

Arati Parmar
3 Min Read
Tamil Nadu CM Vijay

Tamil Nadu CM Vijay: તમિલનાડુ CM વિજય શપથ ગ્રહણ: દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) ની આજે સરકાર બનવા જઈ રહી છે. ટીવીકે પ્રમુખ સી જોસેફ વિજય રવિવારે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. વિજયનો શપથ ગ્રહણ સમારોહ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં થશે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે 234 સભ્યોવાળી વિધાનસભામાં બહુમતી સાબિત કરતો પત્ર જમા કરાવ્યા બાદ વિજયને ઔપચારિક રીતે સરકાર બનાવવા માટે બોલાવ્યા.

વિજય સાથે 9 ધારાસભ્યો પણ લેશે મંત્રી પદના શપથ

પાર્ટી સૂત્રોએ શનિવારે જાણકારી આપી કે વિજય નવી સરકારમાં ગૃહ, પોલીસ અને સામાન્ય વહીવટ જેવા મહત્વના પોર્ટફોલિયો પોતાની પાસે રાખી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે તમિલનાડુમાં કેબિનેટ બનાવવાના પ્રથમ તબક્કામાં વિજય સાથે નવ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. સમારોહ પહેલા મંત્રીઓ અને વિભાગોની એક સંભવિત યાદી પણ સામે આવી છે.

વિજય સાથે આ 9 ધારાસભ્યો લેશે મંત્રી પદના શપથ

  • કે.એ. સેંગોટ્ટયન

  • આધવ અર્જુન

  • રાજ મોહન

  • નિર્મલ કુમાર

  • આનંદ રાજ મોહન

  • ડૉ. ટીકે પ્રભુ

  • પી વેંકટરમણ

  • કીર્તન

  • અરુણ રાજ

વિજય મંત્રીમંડળમાં કોને મળશે કયો વિભાગ?

  • વરિષ્ઠ નેતા કે.એ. સેંગોટ્ટયન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) સંભાળે તેવી અપેક્ષા છે.

  • આધવ અર્જુનને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પોર્ટફોલિયો આપવામાં આવે તેવી શક્યતા છે.

  • રાજ મોહન આદિ દ્રવિડ વેલ્ફેર ડિપાર્ટમેન્ટના મંત્રી બને તેવી સંભાવના છે.

  • સી.ટી.આર. નિર્મલ કુમાર વીજળી વિભાગનો ચાર્જ લઈ શકે છે.

  • અરુણ રાજ મોહન કોમર્શિયલ ટેક્સ અને રજિસ્ટ્રેશન જોઈ શકે છે.

  • એન. આનંદને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન પોર્ટફોલિયો આપવામાં આવે તેવી શક્યતા છે.

  • વી.એન.એસ. મુસ્તફા નવી કેબિનેટમાં લઘુમતી કલ્યાણ (માઈનોરિટી વેલ્ફેર) સંભાળે તેવી અપેક્ષા છે.

  • પી. વેંકટરમણનને સ્કૂલ એજ્યુકેશન પોર્ટફોલિયો આપવામાં આવી શકે છે.

  • કોંગ્રેસને પણ કેબિનેટમાં જગ્યા મળવાની આશા છે. સૂત્રોએ ઈશારો કર્યો કે કોંગ્રેસ નેતા રાજેશ કુમાર અને વિશ્વનાથનને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.

5 પાર્ટીઓના સાથથી સીએમ બની રહ્યા છે વિજય

ટીવીકે તમિલનાડુ ઇલેક્શનમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી, પરંતુ એકલા હાથે બહુમતીના આંકડાથી ચૂકી ગઈ. ત્યારબાદ વિજયને કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈ-એમ, વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK) અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) નું સમર્થન મળ્યું, જેનાથી ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા 120 થઈ ગઈ. જે બહુમતીના નંબરને પાર કરી ગઈ.

- Advertisement -

આ પણ વાંચો: Congress Attack On Pm Modi: તે વર્ષ બીજું હતું, આ વર્ષ બીજું છે… બંગાળમાં શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ બાદ કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું – Newz Cafe

Share This Article