Helle Liling PM Modi Question: સોમવારે રાજધાની ઓસ્લોમાં નાર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાર્વેની એક પત્રકાર હેલે લિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સવાલ પૂછી લીધો જેના પછી હંગામો મચેલો છે. તેમણે જે રીતે સવાલ પૂછ્યો તેના પછી તેમની દાનત પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પત્રકાર હેલે લિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પછી એક કેટલીક પોસ્ટ શેર કરી છે અને સફાઈ આપવાની કોશિશ કરી છે. તેમણે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં નાર્વેની ટોપ રેન્કિંગ અને ભારતની ૧૫૭મી રેન્કનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પત્રકારત્વનું કામ સત્તામાં બેઠેલા લોકોને સવાલ પૂછવાનું હોય છે.
પત્રકાર હેલે લિંગના પીએમ મોદીને સવાલ પૂછવા અને પછી ભારતીય વિદેશ વિભાગના અધિકારીઓ સાથે પ્રેસ કોન્ફરન્સમાં થયેલી બહેસ (ચર્ચા) બાદ ઘણી પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક લોકોએ આક્ષેપ કર્યો કે ભારત સાથે જોડાયેલા મુદ્દાઓ પર પશ્ચિમી મીડિયાનો એક હિસ્સો હંમેશા નકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવે છે. જોકે નાર્વેજિયન પત્રકાર હેલે લિંગે મંગળવારે નાર્વેની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી પોતાની ટિપ્પણીઓ બાદ થયેલી આલોચના અને ઓનલાઈન હુમલાઓનો જવાબ આપતા ભારપૂર્વક કહ્યું કે તે “કોઈપણ પ્રકારની વિદેશી જાસૂસ નથી”.
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate… pic.twitter.com/vZHYZnAvev
— Helle Lyng (@HelleLyngSvends) May 18, 2026
નાર્વેની પત્રકાર હેલે લિંગે શું સફાઈ આપી?
પત્રકાર હેલે લિંગે કહ્યું કે પત્રકારત્વ ઘણી વખત ટકરાવ વાળું હોઈ શકે છે અને પત્રકારોની એ જવાબદારી છે કે તેઓ પહેલાથી તૈયાર જવાબોને સ્વીકારવાને બદલે સીધા જવાબ માંગે. તેમણે કહ્યું કે જો જાહેર હસ્તીઓ સવાલોના જવાબ આપવાથી બચે છે તો પત્રકાર વધુ સ્પષ્ટ જવાબ મેળવવાની કોશિશમાં તેમને વચ્ચે અટકાવી (ટોકી) શકે છે. પત્રકારે જણાવ્યું કે પાછળથી જ્યારે તે જ દિવસે મોદીએ ભારતીય પત્રકારોના સવાલોના જવાબ આપ્યા તો તેમણે આ વાતચીત સાથે જોડાયેલા એક વીડિયો પર કોમેન્ટ્સ બંધ કરી દીધી. જોકે તેમણે આ વાત પર જોર આપ્યું કે શરૂઆતી પ્રેસ મીટિંગ દરમિયાન પણ સવાલ પૂછવાની પરવાનગી આપવામાં આવવી જોઈતી હતી.
ઓનલાઈન જાસૂસીના આક્ષેપોને ફગાવ્યા
નાર્વેની પત્રકારે વધતા વિવાદ વચ્ચે પોતાની ઓળખ અને ઈરાદાઓ વિશે ઓનલાઈન ચાલી રહેલા આક્ષેપો પર પણ વાત કરી. એક પોસ્ટમાં તેમણે લખ્યું “મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે આ લખવું પડશે પરંતુ હું કોઈપણ પ્રકારની વિદેશી જાસૂસ નથી જેને કોઈ વિદેશી સરકારે મોકલી હોય. મારું કામ પત્રકારત્વ છે અને અત્યારે મુખ્ય રૂપે હું નાર્વેમાં કામ કરી રહી છું.” તેમણે માનવાધિકારો સાથે જોડાયેલી ચિંતાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. લિંગે કહ્યું કે તેમણે અને તેમના એક સાથીએ એ સવાલ પૂછ્યો હતો કે માનવાધિકારોના મુદ્દાઓ પર ભારત પર ભરોસો કેમ કરવો જોઈએ? સાથે જ આ પ્રવાસ સાથે જોડાયેલા કેટલાક અન્ય સવાલો પણ પૂછ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર માનવાધિકારો સાથે જોડાયેલી ચિંતાઓ પર ખાસ જવાબ મેળવવાની કોશિશો નિષ્ફળ રહી.
I never thought I would have to write this, but I am not a foreign spy of any sort, sent out by any foreign government.
My work is journalism, primarily in Norway now.
— Helle Lyng (@HelleLyngSvends) May 18, 2026
ભારતીય વિદેશ મંત્રાલયે પત્રકારના સવાલ પર શું કહ્યું?
ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ડ્રામા જોવા મળ્યો. આ દરમિયાન પત્રકાર હેલે લિંગ એકવાર ગુસ્સામાં તમતમતા પ્રેસ કોન્ફરન્સ રૂમની બહાર ચાલી ગઈ અને થોડા સમય પછી પાછી ફરી. તેણે પાછળથી એક્સ પર કહ્યું કે તે પાણી પીવા ગઈ હતી. પરંતુ તે સમયે જ્યારે તેના સવાલનો જવાબ આપવામાં આવી રહ્યો હતો તે જ સમયે તેને તરસ લાગી આના પર તેણે કંઈ ન કહ્યું. પ્રેસ બ્રીફિંગ દરમિયાન જવાબ આપતા જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે ભારતીય લોકતાંત્રિક સંસ્થાઓ અને બંધારણીય સુરક્ષાઓનો બચાવ કર્યો.
Tried to ask PM Modi a question on the way to the elevator to, but the closing doors stopped me.
What I was wondering was whether he thinks he deserves the trust of the Nordic countries given his human rights violations and his restrictions on press freedom. pic.twitter.com/W2HFFNcCKh
— Helle Lyng (@HelleLyngSvends) May 18, 2026
જ્યોર્જે કહ્યું કે ભારત દુનિયાની વસ્તીનો છઠ્ઠો ભાગ છે પરંતુ દુનિયાની સમસ્યાઓમાં તેનો હિસ્સો છઠ્ઠો ભાગ નથી. તેમણે કહ્યું કે ભારતીય બંધારણ મૌલિક અધિકારોની ગેરંટી આપે છે અને આ વાત પર જોર આપ્યું કે ભારતમાં મહિલાઓને ૧૯૪૭ માં આઝાદીના તરત જ પછી વોટ (મત) આપવાનો અધિકાર મળી ગયો હતો. જ્યોર્જે આગળ કહ્યું કે ઘણા લોકો ભારતના વિશાળ કદ અને તેના મીડિયા તંત્રને સમજવામાં નિષ્ફળ રહે છે. દેશના ટેલિવિઝન સમાચાર વાતાવરણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એકલી દિલ્હીમાં જ આશરે ૨૦૦ ટીવી ચેનલો ચાલી રહી છે જે અંગ્રેજી, હિન્દી અને અન્ય ઘણી ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે.

