Farmer Rights and Corporate Power: વીજ થાંભલા ખોડાય, ખેડૂત રડે: અદાણી આગળ સરકાર-પોલીસ એક જ થાળીના ચટ્ટા બટ્ટા

Arati Parmar
4 Min Read

Farmer Rights and Corporate Power: વીજ થાંભલા ખોડાય, ખેડૂત રડે: અદાણી આગળ સરકાર-પોલીસ એક જ થાળીના ચટ્ટા બટ્ટા

1. ખેડૂતનો વિરોધ: “ખેતર અમારું, પણ નિર્ણય તમારો?

- Advertisement -

2023 થી 2026 સુધી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી અદાણી/પાવરગ્રીડની 765 KV લાઈન સામે આક્રોશ ..

ધ્રાંગધ્રા-ધ્રોળ, 7 ગામ*: ડિસેમ્બર 2024 થી વિરોધ. કંપનીના માણસો પરમિશન વગર ખેતરમાં ઘૂસે, ઊભો પાક કચડે. માંગ: “જંત્રી ભાવે નહીં, બજાર ભાવે વળતર આપો. પડતર જમીનમાંથી લાઈન કાઢો”

- Advertisement -

મહેસાણા-બામોસણા, ઓક્ટો 2024*: ખેડૂત રામજીભાઈ ચૌધરીએ CM ને “આત્મવિલોપન”ની ચીમકી આપી. કહ્યું: “ફળદ્રુપ જમીનને બદલે વેસ્ટલેન્ડમાંથી લાઈન કાઢો”

સુરત, 23 જુલાઈ 2025: 7 તાલુકાના ખેડૂતે 80 KM પદયાત્રા કરી. આક્ષેપ: “ટેન્શન ટાવર માટે વળતરના નામે છેતરપિંડી. ખેતરની કિંમત ઘટી જાય”

- Advertisement -

કચ્છ-વાંઢિયા*: ખેડૂતો કહે “જંત્રી ભાવે વળતર નહીં ચાલે”. 765 KV લાઈન મુંદ્રાથી ભુજ, ગ્રીન હાઈડ્રોજન માટે.

ખેડૂત વિકાસ વિરોધી નથી. Jayesh Patel, ગુજરાત કિસાન સમાજ: “અમે કામના વિરોધી નથી, પણ ખેડૂતને ફેર વળતર મળવું જોઈએ”. માંગ સ્પષ્ટ: દરિયાકાંઠે અથવા પડતર જમીનમાંથી લાઈન કાઢો, ખેતર બચાવો.

2. પોલીસ તંત્રની દાદાગીરી: “કંપનીના ખાનગી ગાર્ડ”
જ્યારે ખેડૂત “ના” કહે, ત્યારે પોલીસ “હા” કહેવડાવે છે.

કચ્છ વાંઢિયા: 30 ખેડૂતોને ડિટેઈન. 10 વર્ષના બાળકને પણ છોડ્યો નહીં. મહિલા ખેડૂત વીડિયોમાં રડે: “નેમપ્લેટ વગર પોલીસ, મહિલાઓને પુરુષો સાથે રાખે છે, આ ન્યાય?”. પત્રકાર પર “લૂંટ”નો ખોટો FIR: 2 જુલાઈ

2022 ની રાતે પોલીસે આખું ગામ ખાલી કરાવ્યું. BDO + IC એ “અદાણીના એજન્ટ”ની ભૂમિકા ભજવી. પોલીસે અદાણીના માણસો માટે “ખાનગી ગાર્ડ” તરીકે કામ કર્યું. 49 ખેડૂતો પર બિનજામીનપાત્ર કેસ, આખા પરિવારને મહિનામાં 2 વાર પોલીસ સ્ટેશન હાજરી
મહેસાણા: ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે GETCO ની તરફેણમાં હુકમ. ખેડૂત રોકે તો “ભારતીય ન્યાય સંહિતા કલમ 203” હેઠળ પેનલ્ટીની ધમકી

મતલબ: ખેડૂત ફરિયાદ કરે તો “ધમકી”, કંપની ફરિયાદ કરે તો પોલીસ “એક્શન”.

3. સરકારનું વલણ: “અદાણી માટે રેડ કાર્પેટ, ખેડૂત માટે લાલ આંખ”
કાયદાનો ખેલ: 1885 નો “ટેલિગ્રાફ એક્ટ” હજુ ચાલે છે. એ કાયદો ટેલિફોનના થાંભલા માટે બન્યો હતો, એની અસર નહિવત હતી. એ જ કાયદાથી 765 KV ના ટાવર ખોડાય. 2003 ના “વીજળી એક્ટ” ને ખોટી રીતે અર્થઘટન કરી ખેડૂતને દબાવાય
વળતરનું ગણિત: ખેડૂતને વચન ₹1.34 કરોડ/ટાવરનું, પણ મળે એનાથી ઘણું ઓછું. જમીન એક વાર લે, વળતર એક વાર આપે, પણ ખેતી જિંદગીભર બંધ.
અધિકારીઓનું વલણ: ખેડૂત CM ને પત્ર લખે તો DM GETCO ને “સમાધાન” કહે. પણ છેલ્લે હુકમ તો કંપની તરફેણમાં જ. રાજસ્થાન HC એ પણ અદાણી કંપની FBTL ને નોટિસ પાઠવી: “ખેડૂતની પરમિશન વગર બગીચા પર લાઈન કેમ?”

પરિણામ: ખેડૂત કોર્ટ-કચેરીમાં ભટકે, કંપની કામ ચાલુ રાખે.

છેલ્લી લીટી – આખા દેશ માટે:
આ લડાઈ માત્ર ધ્રોળના ખેતરની નથી, વાંઢિયાના બાળકની નથી. આ લડાઈ છે “લોકશાહી vs કોર્પોરેટશાહી” ની. જ્યાં ખેડૂત સવાલ પૂછે તો જેલ, કંપની ભૂલ કરે તો પ્રોજેક્ટ. જ્યાં પોલીસ જનતાની રક્ષક નહીં, પ્રોજેક્ટની સુરક્ષા બને. સરકાર જો ખરેખર “અન્નદાતા”ની હોય તો ટેલિગ્રાફ એક્ટ 1885 ને કબરમાં ઉતારો અને “ખેડૂત સંમતિ એક્ટ 2026” લાવો. વિકાસ જોઈએ, પણ ખેડૂતની પીઠ પર પગ મૂકીને નહીં.

Adani Power Transmission Line Farmers Protest 2025
Police Oppression Kutch Bhachau Farmers
Government Bias Adani Telegraph Act 1885
Dhangadhra Dhrol Land Acquisition Compensation
Farmer Self Immolation Threat Mehsana
765 KV Line Gujarat Protest Latest News

આ પણ વાંચો: Rajkot Pharma ED Raid: ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ જવાબદાર કોણ: ફાર્મા કેપિટલના ડ્રગ્સ-હવાલા નેટવર્કમાં માલિકો અને રાજકારણીઓની તપાસની માંગ – Newz Cafe

Share This Article