Sarthak Siddhant CBSE OSM Scam Exposed: 17 વર્ષનો સાર્થક vs 63 વર્ષનું CBSE: છોકરાએ ખોલ્યો ટેન્ડરનો કોળો કારોબાર
1. 17 વર્ષનો છોકરો, 15 ગેરરીતિ, 2 મોટા અધિકારી ગયા
રાંચી, ઝારખંડના 17 વર્ષના CBSE ધો.12ના વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત એ કરી બતાવ્યું જે CAG, CBI ન કરી શક્યા.
એણે પોતાની આન્સર શીટની સ્કેન કોપી જોઈ અને શંકા ગઈ. પછી CBSEની OSM – On Screen Marking સિસ્ટમના ટેન્ડરના કાગળ ઉથલાવ્યા. પરિણામ: 15 ખામી પકડી અને સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરી દીધી.
2. CBSEના ટેન્ડરમાં શું કૌભાંડ હતું? સાર્થકે શું પકડ્યું?
1. સેટિંગ ટેન્ડર: CBSE એ ખાસ કંપની Coempt EduTeck ને ફાયદો કરાવવા વારંવાર પાત્રતાના નિયમ બદલ્યા.
2. બ્લેકલિસ્ટ હટાવી દીધી: જૂના ટેન્ડરમાં કંપની ખરાબ કામ કરે તો 3 કડક કલમ હતી. નવા ટેન્ડરમાંથી જ કલમ જ કાઢી નાખી, જેથી એ જ કંપની ક્વોલિફાય થાય.
3. નામ બદલીને ધંધો: આ કંપની 2019માં તેલંગાણામાં “ગ્લોબરેના” નામે વિવાદમાં હતી. નામ બદલીને Coempt બની અને સીધો CBSEનો કરોડોનો કોન્ટ્રાક્ટ લઈ ગઈ.
4. ટેકનિકલ ફ્રોડ: OSM પોર્ટલમાં જ સ્કેનિંગ અસ્પષ્ટ, પાના ગુમ થઈ જતા. મતલબ વિદ્યાર્થીનું ભવિષ્ય એક કંપનીના ભરોસે.
3. સરકાર હચમચી ગઈ: પરિણામ શું આવ્યું?
સાર્થકનો અહેવાલ સંસદમાં ગયો એટલે તંત્ર દોડતું થયું:
1. બદલી થઈ ગઈ: CBSE ચેરમેન રાહુલ સિંહ + સચિવ હિમાંશુ ગુપ્તા ની તાત્કાલિક બદલી.
2. તપાસ સમિતિ: CBCના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણની આગેવાનીમાં 1 મહિનામાં રિપોર્ટ આપે એવી હાઈ-લેવલ કમિટી.
3. પોર્ટલ સુધર્યું: CBSE એ પોતાની ભૂલ માની અને રી-વેલ્યુએશન પોર્ટલ ફરી શરૂ કર્યું.
એક 12 પાસ છોકરાની હિંમતે લાખો વિદ્યાર્થીનું ભવિષ્ય બચાવી લીધું.
4. પણ NEETનું શું? “શાહમૃગ નીતિ” ચાલુ છે
CBSE પકડાયું, પણ NEET-NTA નો કિસ્સો વધારે દુઃખદ છે.
3 મે 2026: 22 લાખ બાળકોએ NEET આપી. પણ પરીક્ષા પહેલા જ રાજસ્થાનના સીકરથી 120-140 સવાલ ટેલિગ્રામ પર “Guess Paper” ના નામે લીક થઈ ગયા. અસલી પેપર સાથે હૂબહૂ મેચ.
વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, વાલીઓ રડ્યા. દબાણ વધ્યું એટલે 12 મે 2026 ના રોજ સરકારે આખી NEET-UG રદ્દ કરી. હવે 21 જૂન 2026 ને ફરી પરીક્ષા.
પરિણામ: લોહી અને આંસુ
પેપર લીક + રદ્દ + અનિશ્ચિતતાના કારણે:
1. 2026 માં 14 વિદ્યાર્થી આત્મહત્યા – ગોવા, UP, MP માંથી કેસ.
2. છેલ્લા વર્ષોમાં 90+ બાળકો – ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ NEET ના દબાણે જીવ લઈ લીધો.
દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પરીક્ષાની સુરક્ષા વારંવાર નિષ્ફળ જાય છે. માફિયા લાખો બાળકના ભવિષ્ય સાથે જુગાર રમે છે.
સરકારની “શાહમૃગ નીતિ”: સમસ્યા સામે હોય છતાં આંખ બંધ. પગલાં ત્યારે જ લે જ્યારે છોકરો સંસદમાં ફરિયાદ લઈને ઉભો રહે.
સરકાર એને કહેવાય જે ન છૂટકે પગલાં લે. અને સરકારને સાર્થક સિદ્ધાંત જેવા 17 વર્ષના છોકરાથી જ ડર લાગે છે.
એક તરફ 17 વર્ષનો સાર્થક સિસ્ટમ સુધારવા લડે છે. બીજી તરફ 17 વર્ષના NEETના વિદ્યાર્થી સિસ્ટમના ત્રાસથી જીવ આપી દે છે.
પ્રશ્ન દેશને: આપણે સાર્થક જેવા બાળક પેદા કરવા માંગીએ છીએ, કે સાર્થક જેવા બાળક ગુમાવવા માંગીએ છીએ?
Sarthak Siddhant CBSE OSM Scam Exposed
CBSE Chairman Rahul Singh Transfer Scandal 2026
NEET Paper Leak 2026 Student Suicide India
17 Year Old Exposed CBSE Tender Fraud

