SC bank loan judgment: દેશની સરકારી બેંકોમાં સામાન્ય ગ્રાહકો સાથે થતા પક્ષપાત અને મોટા ઉદ્યોગપતિઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદારતા સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરા પ્રહારો કર્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત દેશની મોટી સરકારી બેંકોની કામ કરવાની પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે બેંકોનો જોરદાર ઉધડો લીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે કે, બેંકો સામાન્ય પ્રજાને નાની લોન આપવાના નામે ભારે હેરાન પરેશાન કરી રહી છે.
લોન અને રિકવરી પ્રોસેસને માનવીય બનાવવાની તાતી જરૂર
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન બેંકિંગ ક્ષેત્રના પક્ષપાતી વલણ પર આંગળી ચીંધી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે બેંકો પોતાની લોન આપવાની અને તેની વસૂલાત (રિકવરી) કરવાની આખી પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ અને માનવીય બનાવે.
મોટા ઉદ્યોગપતિઓની કરોડોની લોન વગર તપાસે પાસ!
સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન બેંકિંગ સિસ્ટમની એક અત્યંત ચિંતાજનક વાસ્તવિકતા સામે લાવી છે. અદાલતે નોંધ્યું કે, જ્યારે કોઈ મોટો ઉદ્યોગપતિ કે ખાનગી કંપની કરોડો-અબજો રૂપિયાની લોન માંગે છે, ત્યારે બેંકો કોઈ પણ પ્રકારની ઊંડી તપાસ કર્યા વગર આંખો બંધ કરીને લોન મંજૂર કરી દે છે. પરિણામે થોડા સમય પછી આ જ કરોડો રૂપિયા એનપીએ (NPA) થઈ જાય છે અને ડૂબી જાય છે. જ્યારે તેની સામે, એક સામાન્ય મધ્યમવર્ગીય માણસ પોતાના ઘર, શિક્ષણ કે અંગત જરૂરિયાત માટે નાની લોન લેવા જાય ત્યારે તેને વ્યાજ અને કાગળોના ચક્કરમાં લટકાવી રાખવામાં આવે છે.
બેંકોની જોહુકમી સામે શું છે RBI ની ગાઈડલાઈન?
સુપ્રિમ કોર્ટની આ ટિપ્પણી બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રિકવરી નિયમો ફરી ચર્ચામાં આવ્યા છે. RBI ના નિયમ મુજબ:
ધમકી આપી શકાતી નથી: કોઈ પણ બેંક કે તેના લોન રિકવરી એજન્ટ ગ્રાહકને શારીરિક કે માનસિક રીતે પરેશાન અથવા ધમકાવી શકતા નથી.
સમય મર્યાદા: રિકવરી એજન્ટ્સ ગ્રાહકને સવારે ૮:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૭:૦0 વાગ્યા પછી ફોન કે તેમના ઘરે જઈ શકતા નથી.
ગોપનીયતા:ગ્રાહકની લોન ડિફોલ્ટની માહિતી તેના પરિવાર કે પાડોશીઓને કહીને તેને સામાજિક રીતે બદનામ કરી શકાતો નથી.
વિજય માલ્યા અને નીરવ મોદી જેવા કિસ્સાઓ યાદ અપાવતો ચુકાદો
કોર્ટનું આ વલણ દેશમાં અગાઉ બનેલા મોટા બેંકિંગ કૌભાંડોની યાદ અપાવે છે. સામાન્ય માણસ જ્યારે ઈએમઆઈ (EMI) ચૂકવવામાં એક મહિનો મોડો પડે ત્યારે બેંકો તેના વાહનો જપ્ત કરવા કે ઘર પર નોટિસ મારવા પહોંચી જાય છે, જ્યારે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા મોટા ગજાના ઉદ્યોગપતિઓ બેંકોના હજારો કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા. સુપ્રિમ કોર્ટનો આ ગુસ્સો એ જ વ્યવસ્થા સામેનો આક્રોશ દર્શાવે છે.
શું છે સમગ્ર મામલો: આ આખો વિવાદ હરિયાણાની એક ખાનગી કંપની સાથે જોડાયેલો છે, જેણે વર્ષ ૨૦૧૯માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી મોટી લોન લીધી હતી અને બાદમાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે હવે બેંકોને પોતાના વલણમાં સુધારો લાવવા કડક આદેશ આપ્યો છે.
સુપ્રિમ કોર્ટ બેંક લોન ચુકાદો (Supreme Court bank loan judgment)
સરકારી બેંક લોન નિયમો ૨૦૨૬ (Government bank loan rules 2026)
એસબીઆઈ લોન રિકવરી વિવાદ (SBI loan recovery dispute)
બેંકોની બેવડી નીતિ સુપ્રિમ કોર્ટ (Banks double standard Supreme Court)
આરબીઆઈ લોન રિકવરી ગાઈડલાઈન (RBI loan recovery guidelines in Gujarati)
ઉદ્યોગપતિઓની લોન માફી અને સુપ્રિમ કોર્ટ (Industrialist loan default and Supreme Court)
બેંક લોન રિકવરી પ્રક્રિયા સરળ કરવા આદેશ (Supreme Court order to simplify loan recovery)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લેટેસ્ટ ન્યૂઝ (State Bank of India latest updates)
લોન રિકવરી એજન્ટના નિયમો શું છે (What are the rules for loan recovery agents)

