Narmada BJP internal conflict: જૂથવાદની આગ: ભાજપ ધારાસભ્ય દર્શના દેશમુખના અપમાનનો બદલો લેવા ‘ચલો કમલમ્’, નર્મદા જિલ્લા પ્રમુખ સામે રાજકીય બગાવત

Arati Parmar
3 Min Read

અમદાવાદ/ગાંધીનગર:
Narmada BJP internal conflict: શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપમાં આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. નર્મદા જિલ્લામાં ચાલી રહેલા આ આંતરિક કલેશના કારણે આમ આદમી પાર્ટી (AAP) છવાઈ રહી છે. જૂથવાદની આગ એટલી હદે ભભૂકી ઉઠી છે કે ખુદ ભાજપના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે બાંયો ચડાવી છે. ધારાસભ્યનો મોભો ન જળવાતાં હવે તેમના સમર્થકોએ અપમાનનો બદલો લેવા માટે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘ચલો કમલમ્’ના નારા સાથે કૂચ કરવાની તૈયારી કરી લીધી છે.

સોમવારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સમક્ષ જિલ્લા પ્રમુખ નીલ રાવને હોદ્દા પરથી હાંકી કાઢવા માટે પુરાવા સાથે રજૂઆત કરવામાં આવનાર છે. આ આંતરિક લડાઈને કારણે પ્રદેશ નેતાગીરી પણ સ્તબ્ધ થઈ ગઈ છે.

- Advertisement -

ન્યાય નહીં મળે તો રાજીનામું ધરી દેવાની ચીમકી

ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાનના આક્ષેપો બાદ સળગેલો આ વિવાદ હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, ઉપરથી બધું શાંત દેખાડવાનો પ્રયાસ ચોક્કસ થયો હતો, પણ અંદરખાને અસંતોષનો જ્વાળામુખી ગમે ત્યારે ફાટી નીકળે તેમ છે.

- Advertisement -

આજે પણ સ્થાનિક આદિવાસી નેતાઓ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના નિવાસસ્થાને એકત્ર થયા હતા અને એકસૂરે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ધારાસભ્યના અપમાનનો બદલો લઈને જ રહીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે નર્મદા જિલ્લાના સિનિયર નેતાઓ પ્રમુખ નીલ રાવ વિરુદ્ધ પાકા પુરાવા સાથે ગાંધીનગર પહોંચશે. સંગઠનમાં ધરખમ બદલાવની માંગ સાથે ધારાસભ્ય અને તેમનું જૂથ હવે આરપારની લડાઈના મૂડમાં છે.

હાઇકમાન્ડના નિર્ણય પર સૌની નજર

- Advertisement -

સ્થાનિક આદિવાસી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં હાઇકમાન્ડને ચીમકી આપી દીધી છે કે, જો સોમવારે રજૂઆત બાદ યોગ્ય ન્યાય નહીં મળે અને જિલ્લા પ્રમુખને પદ પરથી હટાવવામાં નહીં આવે, તો આગળ શું કરવું તે અમે નક્કી કરીશું! આ ગર્ભિત ચીમકી અને રાજીનામાના ગણગણાટે પ્રદેશ નેતૃત્વના કાન ઊંચા કરી દીધા છે.

હવે જોવાનું એ રહેશે કે હાઇકમાન્ડ આ પુરાવા જોઈને જિલ્લા પ્રમુખ સામે ‘શિસ્ત’ના નામે કોઈ કડક પગલાં ઉગામે છે, કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડવા માટે ‘ઘીના ઠામમાં ઘી રેડવા’ જેવી નીતિ અપનાવીને વાત દબાવી દે છે. નર્મદા ભાજપનો આ આંતરિક કલેશ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

નર્મદા જિલ્લા ભાજપ જૂથવાદ (Narmada BJP internal conflict)
ધારાસભ્ય દર્શના દેશમુખ અપમાન વિવાદ (MLA Darshana Deshmukh news)
નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવ (Narmada BJP president Neel Rao)
ચલો કમલમ્ ભાજપ વિરોધ (Chalo Kamalam BJP controversy)
ગુજરાત ભાજપ આંતરિક કલેશ (Gujarat BJP latest news)
દર્શનાબેન દેશમુખ રાજીનામાની ચીમકી (Darshana Deshmukh resignation threat)
નર્મદા જિલ્લા રાજકારણ સમાચાર (Narmada district politics update)
ભાજપ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ વિવાદ (BJP MLA vs District President Narmada)
જગદીશ પંચાલ ભાજપ રજૂઆત (Jagdish Panchal BJP Narmada issue)
આદિવાસી નેતાઓ ભાજપ વિરોધ (Tribal leaders protest Narmada BJP)

આ પણ વાંચો: Amreli lion attack: ગીરના સિંહો કેમ બની રહ્યા છે માનવભક્ષી? કુદરતી આવાસ છીનવાતા વનરાજો બેકાબૂ, બાબરકોટ જમીન વિવાદ આવ્યો સામે – Newz Cafe

Share This Article