Faf du Plessis century MLC: ૪૧ વર્ષની ઉંમરે ફાફ ડુ પ્લેસિસનો કમાલ, મેજર લીગ ક્રિકેટમાં તોફાની સદી ફટકારીને ટીમને અપાવી જીત

Arati Parmar
3 Min Read

Faf du Plessis century MLC: ફાફ ડુ પ્લેસેસે તોફાની સદી ફટકારી રચ્યો ઇતિહાસ, જાણો તેની આ ઇનિંગની ખાસિયતો

Faf du Plessis century MLC: દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ફાફ ડુ પ્લેસેસને જોઈને કહી શકાય કે ઉંમર માત્ર એક આંકડો છે. ૪૧ વર્ષની ઉંમરે પણ તેમના બેટની ગર્જના ઓછી થઈ નથી. ફાફે મેજર લીગ ક્રિકેટની પહેલી જ મેચમાં ટેક્સાસ સુપર કિંગ્સ તરફથી રમતા જોરદાર બેટિંગ કરી.

માત્ર ૫૨ બોલનો સામનો કરતા ૧૧૩ રનની અણનમ ઇનિંગ રમી. જેના દમ પર સુપર કિંગ્સે ૨૨૧ રનનો પહાડ જેવો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો. ફાફની આ ધાકડ બેટિંગની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે.

- Advertisement -

ફાફ ડુ પ્લેસિસની વિસ્ફોટક સદી

ફાફ ડુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા મેચ વિનરમાંથી એક રહ્યા છે. જમણા હાથના આ બેટ્સમેનને યુનિક રીતે બેટ પકડવાની સ્ટાઈલ તેમને સૌથી અલગ બનાવે છે. તેમના બેટ પકડ્યા પછી બોલરોની શામત આવવી પણ નક્કી થઈ જાય છે. તેનો એક પુરાવો મેજર લીગ ક્રિકેટમાં પણ જોવા મળ્યો. ૧૯ જૂને સીએટલ ઓર્કસની સામે ફાફે ૨૨૧ રનનો લક્ષ્યાંક સામે જોઈને હાર માની નહીં. ઓપનિંગ બેટ્સમેન તરીકે આવીને તેમણે ૫૨ બોલની અંદર ૯ ચોગ્ગા અને ૭ સિક્સની મદદથી ૧૧૩ રનની અણનમ ઇનિંગ રમી.

- Advertisement -

ટિમ સાઈફર્ટની સદી પર ફેરવ્યું પાણી

સીએટલ ઓર્કસ તરફથી પહેલા બેટિંગ કરતા ટિમ સાઈફર્ટે ૬૬ બોલમાં ૧૦૪ રન બનાવ્યા હતા. બીજા છેડેથી શાયન જહાંગીરે ૭૮ રનનું યોગદાન આપીને તેમનો સાથ આપ્યો હતો. આ બંને ખેલાડીઓની ઇનિંગ્સના દમ પર ટીમ સંયુક્ત રીતે ૨૨૦ ના સ્કોર સુધી પહોંચી હતી. લાગતું હતું કે સીએટલ આ સ્કોરને સરળતાથી બચાવી લેશે. પરંતુ ફાફની ૧૧૩ રનની ઇનિંગે તેમના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું. તેમના સિવાય રાઈલી રૂસોએ પણ ૨૧ બોલમાં ૪૯ રન બનાવ્યા.

વર્ષ ૨૦૨૦ પછી નથી રમ્યા ઇન્ટરનેશનલ ક્રિકેટ

આની સાથે જ તમને જણાવી દઈએ કે ફાફ ડુ પ્લેસિસે વર્ષ ૨૦૨૦ માં છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. પોતાના કરિયરમાં તેમણે ૬૯ ટેસ્ટ, ૧૪૩ વનડે અને ૫૦ T20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. જેમાં ક્રમશઃ ૪૧૬૩, ૫૫૦૭ અને ૧૫૨૮ રન બનાવ્યા છે.

આ પણ વાંચો: Indian Captains 150+ Runs: શુભમન ગિલની ધમાકેદાર સદી, વનડેમાં ૧૫૦ થી વધુ રન બનાવનાર બન્યા ૭મા ભારતીય કેપ્ટન – Newz Cafe

Share This Article